અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એલ.ડી એન્જીનીયરીંગ કોલેજ ખાતે સૌથી પહેલા થલતેજ વોર્ડમાં મતગણતરી શરૂ થઈ છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. છ મહાનગરપાલિકાની 575 બેઠકો પર 21 ફેબ્રુઆરીના સરેરાશ 46.08 ટકા જેટલુ મતદાન થયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં કુલ 10 હજાર 112 સરકારી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.
આજની મતગણતરીમાં 52 ચૂંટણી અધિકારી, 58 મદદનીશ ચૂંટણી અધિકારી રોકાયેલા છે. છ મનપાના કુલ 15 સ્થળ પર મતગણતરી થઇ રહી છે જ્યારે 60 મતગણતરી હોલમાં 664 ટેબલ પર મતગણતરી હાથ ધરાઇ છે.
આજની મતગણતરી માટે કુલ 4896 પોલીસ અધિકારી- કર્મચારી જોડાયા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રવિવારે થયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 53.38 ટકા નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. રાજકોટમાં 50.72 ટકા, ભાવનગરમાં 49.46 ટકા મતદાન, વડોદરામાં 47.84 ટકા મતદાન અને સુરતમાં 47.14 ટકા મતદાન નોંધાયુ હતું.
છ મહાનગરની 575 બેઠકો પર કુલ 2,276 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ભાજપના 577, કૉંગ્રેસના 566, એનસીપીના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
આપનો ભવ્ય વિજય, ભાજપનું ઘમંડ ચૂરચૂર થયું છંતા રૂપાણી કહે છે હવે આપને એક પણ બેઠક નહીં મળે !
2021-02-25 09:00:46
છ મહાનગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત ?
2021-02-25 09:00:29
આમ આદમી પાર્ટીનું ગાંધીનગર કાર્યાલય ફાયર એનઓસીના અભાવે સીલ કરવામાં આવ્યું
2021-02-24 18:52:16
AAPનું મિશન ગુજરાત, સુરતમાં ભવ્ય વિજય પછી આગામી ચૂંટણી પર નજર
2021-02-24 17:49:45