Wed,16 September 2026,2:29 pm
Print
header

રાજકોટ અને મોરબીમાં ઇન્કટેક્સના દરોડા, વિદેશમાં સંપત્તિના પુરાવા અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા

  • Published By mahesh patel
  • 2026-08-19 09:40:22
  • /

રાજકોટઃ ઇન્કમટેક્સ વિભાગે રાજકોટ અને મોરબીમાં 11 જેટલા સ્થળોએ દરોડા કર્યાં છે, વિદેશી રોકાણ અને કરોડો રૂપિયાના પ્રોપર્ટી વ્યવહારો સામે આવ્યાં છે, આઇટીની જુદી જુદી ટીમો દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે.

રાજકોટમાં 7 અને મોરબીમાં 4 સ્થળો પર આઇટીના અધિકારીઓ દ્વારા તપાસ થઇ રહી છે. ખાસ કરીને સેલ કંપનીઓ દ્વારા વિદેશમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઇ હોવાના પુરાવા આઇટીના હાથે લાગ્યા છે. વિદેશમાં પ્રોપર્ટી વસાવી હોવાના પુરાવા પણ જપ્ત કરાયા છે.
   
આઈટીના અધિકારીઓએ હિસાબના ચોપડા, ડિજિટલ દસ્તાવેજો, બેંક એકાઉન્ટ અને કમ્પ્યુટર હાર્ડડ્રાઇવ્સ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. આગામી દિવસોમાં આ દરોડા મામલે કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ થશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch