આગોતરા જામીન માટે સમીર પટેલની કોર્ટમાં અરજી
અમદાવાદઃ રાજયમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ચર્ચામાં આવેલી અમોસ કંપની પર તંત્રએ તવાઈ બોલાવી છે. નશાબંધી અને આબકારી વિભાગે એમોસ કંપનીના મિથેનોલના સંગ્રહ અને ખરીદ-વેચાણ અંગેના લાઈસન્સ રદ કરી દીધા છે અને કંપનીના ભાગેડુ માલિક સમીર પટેલને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. મોસ કંપનીને ફિનાર કંપનીએ જોબવર્ક માટે 8 હજાર લીટર મિથેનોલ મોકલ્યું હતુ, જેમાંથી 7980 લીટર બોટલીંગ કરેલું તેમજ બેરલમાં ભરેલું મિથેનોલ મળ્યું હતું. ઉપરાંત બીજા ત્રણ પીપમાં પણ મિથેનોલ કેમિકલનો જથ્થો નશાબંધી વિભાગને મળ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ જયેશે એમોસ કંપનીમાંથી મિથેનોલ કેમિકલને અઢી લીટરની બોટલમાં ભરવાના જોબ વર્ક દરમિયાન ચાર માસના સમયમાં 600 લીટર મિથેનોલની ચોરી કરી હતી. આ કેમિકલ વેચ્યું હતું. એમોસ કંપનીને જોબવર્કનું કામ આપનાર ફિનાર કંપનીના રજીસ્ટરમાં 8000 લીટરની એન્ટ્રી બોલતી હતી. નશાબંધી વિભાગે એમોસમાં તપાસ કરતા તેઓને બોટલીંગ કરેલું 3990 અને બેરલમાં 3990 લીટર મળીને કુલ 7980 લીટર મળ્યું હતું.
એમોસ કંપનીમાં પડેલા 64 જેટલા ખાલી પીપની વચ્ચે ત્રણ પીપ મિથેનોલ કેમિકલ ભરેલા ગોઠવ્યાં હતા. 7980 લીટર ઉપરાંત બીજા ત્રણ પીપ મિથેનોલ કેમિકલ ભરેલા મળતા 8 હજાર લીટરથી વધુ મિથેનોલનો જથ્થો એમોસ કંપનીમાંથી નશાબંધી અધિકારીઓને મળ્યો હતો. જો જયેશે 600 લીટર મિથેનોલની ચોરી કરી હોય તો એમોસમાં 8 હજાર લીટરથી વધુ મિથેનોલનો જથ્થો કઈ રીતે આવ્યો તે મોટો સવાલ છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપની સરકાર સામે મોરચો માંડ્યો છે, 57 જેટલા મૃતકોના પરિવારજનો પણ ન્યાયની રાહ જોઇને બેઠા છે. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
વડોદરા: નદીમાં યુવકનો પગ લપસી ગયો અને મગર તેને ખેંચી ગયો, મૃતદેહને લઈને મગર 2 કલાક નદીમાં ફરતો રહ્યો-Gujaratpost
2022-08-07 21:00:17
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 10 ઑગસ્ટે આવશે ગુજરાત- Gujaratpost
2022-08-07 20:57:38
વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, સેન્ટ્રલ IB માં નોકરી કરનાર પતિએ જ પત્નીની હત્યા કરાવી- Gujaratpost
2022-08-06 19:51:13
ભાજપમાં જતા જ રંગ દેખાયો, વિજય સુવાળાએ ટ્રાફિક પોલીસકર્મીને બદલી કરી નાખવાની આપી ધમકી- Gujaratpost
2022-08-05 20:06:35
લઠ્ઠાકાંડ અપડેટઃ આરોપી સામે 304 ની કલમ ઉમેરાઈ, અઠવાડિયામાં એસઆઈટી સોંપશે રિપોર્ટ– Gujarat Post
2022-08-04 10:14:01