Tue,18 February 2025,4:11 pm
Print
header

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું બન્યું ફેક આઈડી, મંત્રીએ કરવી પડી આ અપીલ- Gujarat Post

હર્ષ સંઘવીએ ફેડ આઈડી પરથી રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરવા અપીલ કરી

સાયબર ઠગબાજો દ્વારા નામાંકિત લોકોના નામે આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે

સુરતઃ રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે અને તેમાં લોકોના રૂપિયા પડાવી લેવામાં આવે છે, હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનું પણ ફેક ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની ગયું છે, આ વાત ધ્યાને આવતાં જ હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે. પોતાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હોવાનું જાણવા મળ્યાં બાદ સંઘવીએ તેમના મિત્રો અને લોકોને અપલી કરી છે કે આ એકાઉન્ટ તેમનું નથી અને તેના પરથી કોઇ મેસેજ આવે કે કોઇ પૈસાની માંગણી કરે તો રિપોર્ટ કરવો જોઇએ.

અગાઉ ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓ સહિતની અનેક મોટી હસ્તીઓના આવા ફેક એકાઉન્ટ બન્યાં હતા, હવે સંઘવીના નકલી એકાઉન્ટ મામલે ગુજરાત પોલીસ હરકતમાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch