Tue,29 April 2025,12:54 am
Print
header

ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post

આસારામના અનુયાયીઓમાં ઉત્સાહનો માહોલ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આસારામને મોટી રાહત આપી છે. હાઈકોર્ટ દ્વારા આસારામના 3 મહિનાના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે 6 મહિના માટે જામીન માગ્યા હતા. જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને મેડિકલ ગ્રાઉન્ડ પર તેને 3 મહિના માટેના જામીન આપવામાં આવ્યાં હતા. આ પહેલા 25 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

સમગ્ર મામલે કોર્ટમાં આસારામ તરફથી તબિયતને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેના સ્વાસ્થ્યની તપાસ બાદ નિષ્ણાતોએ સલાહ આપી કે તેની સ્થિતિ સારી નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યાં હતા. જોકે હાલ ગુજરાત હાઈકોર્ટે દ્વારા આસારામના સ્વાસ્થ્યને લઈને મેડિકલ ગ્રાઉન્ડ પર તેના 3 મહિનાના જામીન મંજૂર કર્યા હતા.

સુરતની એક મહિલાએ આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે 1997થી 2006 સુધી આસારામે તેનું શોષણ કર્યું હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2013માં આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર થયા બાદ ત્યાં તેની સામે કેસ ચાલ્યો હતો. આ કેસમાં 2020માં આસારામને દોષિત જાહેર કરીને સજા આપવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch