Wed,16 September 2026,2:28 pm
Print
header

હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ?

  • Published By panna patel
  • 2026-08-14 18:36:05
  • /

- હાઈકોર્ટ ચીફ જસ્ટિસની આકરી ટકોર
- નિષ્પક્ષ તપાસ માટે સિનિયર અધિકારીની બદલી અનિવાર્ય
- 2019ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન

અમદાવાદ: સુરતમાં આરોપીઓને જાહેર રસ્તા પર માર મારવાના અને તેમનું સરઘસ કાઢવાના ચકચારી કેસમાં હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ મામલે લેવાયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સુરતના ડીસીપી (DCP) રાજદીપસિંહ નકુમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે સરકાર અને પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રાથમિક તપાસ અહેવાલને યોગ્ય પગલાં લીધા પછી જ ધ્યાને લેવામાં આવશે. હજુ સુધી જવાબદાર અધિકારીને એ જ જગ્યા પર કેમ રાખવામાં આવ્યા છે ? જ્યાં સુધી તમે સિનિયર પોલીસ અધિકારીને તેમની જગ્યા પરથી હટાવશો નહીં, ત્યાં સુધી તેમની તાબા હેઠળના નાના અધિકારીઓ કે કર્મચારીઓ સાક્ષી તરીકે કંઇ પણ કહેવાની હિંમત કરશે નહીં. સિનિયર અધિકારી સામે કોઈ નાનો કર્મચારી વિરુદ્ધમાં નહીં બોલે, તેથી પહેલાં તેમની બદલી કરો અને પછી જ તપાસ આગળ વધારો.

કોર્ટે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા ઉમેર્યું કે જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ ડર ફેલાયો છે, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. સરકારે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી કે આજના દિવસ પૂરતા કોઈ નિર્દેશો ન આપવામાં આવે અને સરકાર આવતા અઠવાડિયે તેનો અમલ કરશે. જો કે, કોર્ટે કડક વલણ જાળવી રાખી વધુ સુનાવણી આવતા સપ્તાહે મુલતવી રાખી છે.

સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે, 21 મે 2019ના રોજ  ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2019 માં પરિપત્ર બહાર પાડીને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પરિપત્ર મુજબ આરોપીને હાથકડી પહેરાવવી કે માર મારવો એ વ્યક્તિની ગરિમા વિરુદ્ધ છે અને આવા કિસ્સામાં જે-તે વિસ્તારના DCP, JCP સહિતના તમામ અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch