Mon,13 April 2026,2:06 pm
Print
header

ગુજરાત સરકારનો મોટો વહીવટી ફેરબદલ: 31 GAS અધિકારીઓની બદલી-બઢતી

  • Published By Panna Patel
  • 2026-03-27 19:25:22
  • /

ગાંઘીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યાં છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓના પાયાના સ્તર સુધી અમલીકરણ માટે  મોટા પાયે ફેરફાર કરાયા છે.

ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરના કુલ 31 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉપરાંત  20 થી વધુ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી નવી નિમણૂંક અપાઈ છે. વહીવટી જરૂરિયાત મુજબ 12 કાર્યરત મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરબદલ પાછળ વહીવટી સમીકરણોને સુદ્રઢ બનાવવાનો ઉદ્દેશ્ય છે. સચિવાલયના વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch