ગાંધીનગરઃ હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન સરકારે આવતા બે વર્ષમા ખેડૂતોને દિવસે વીજળી મળશે તેમ જણાવ્યું છે. વિધાનસભામાં ઉર્જામંત્રી કનુભાઇ દેસાઈએ આ નિવેદન આપ્યું છે. હાલમાં ફીડર્સમાં દિવસે વીજળી આપવાને લઇને ક્ષમતા ઓછી છે. દિવસે વીજળી આપવા માટે 1590 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો છે.
વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ફીડરનું વિભાજન કરવાની જરૂર ક્યારે પડે છે અને ફીડરનું વિભાજન કઈ કઈ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત મુકી હતી. વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે 66 કેવી સબ સ્ટેશનથી વીજ ગ્રાહકના સ્થળ-વિસ્તાર પાસે ઊભા કરવામાં આવેલા ટ્રાન્સફોર્મર સુધી વીજ પુરવઠો આપવા ઊભી કરવામાં આવતી 11 કેવી વીજ લાઇનને ફીડર કહેવામા આવે છે. તેની ક્ષમતાને આધારે ખેડૂતોને વીજળી પુરી પાડવામાં આવે છે.
સરકાર દ્વારા સાગરખેડૂ સવાર્ગી વિકાસ યોજના, સરદાર કૃષિ જયોતિ યોજના, નોર્મલ એજી ફીડર બાયફરકેશન યોજના, વનબંધુકલ્યાણ યોજના- 2, સ્ટમ ઇમ્પ્રુવમેન્ટ યોજના અંતર્ગત ફીડરનું વિભાજન કરવામાં આવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, રાહુલના સમર્થનમાં કાળા કપડા પહેરીને કર્યો હતો સૂત્રોચ્ચાર- Gujarat Post | 2023-03-27 12:35:47
મહાઠગ કિરણ પટેલ સાથે જોડાયેલા ભાજપ નેતા અમિત પંડ્યા સાથે પક્ષે છેડો ફાડ્યો- Gujarat Post | 2023-03-23 21:05:54
વિધાનસભામાં જીગ્નેશ મેવાણીએ એવું તો શું કહ્યું કે થયો હોબાળો- Gujarat Post | 2023-03-21 12:29:50
ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં બોન્ડ પેટે M.B.B.S. ડૉક્ટર્સ પાસેથી વસૂલ્યાં રૂ. 139 કરોડ- Gujarat Post | 2023-03-20 17:12:57
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજસ્થાનના પ્રભારી બને તેવી શક્યતા | 2023-03-16 15:18:47