Wed,19 February 2025,9:36 pm
Print
header

જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે: ભાજપના નેતા નીતિન પટેલના નિવેદનથી હડકંપ

  • નીતિન પટેલના નિવેદનથી હડકંપ મચી ગયો
  • કોંગ્રેસે પણ નીતિન પટેલના નિવેદનમાં સાથ પૂરાવ્યો

કડીઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત ચર્ચાઓ શરુ થાય તેવું નિવેદન આપ્યું છે. મહેસાણાના કડીના ડરણ ગામમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે હવે રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે.રાજકીય દલાલો ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહીને અધિકારીઓ સાથે સંબંધો બનાવે છે અને ભાજપની ઓળખાણ આપો એટલે અધિકારીઓ ફટાફટ કામ કરી આપે છે અને દલાલી કરનારાઓ કરોડપતિ બની ગયા છે.

કટાક્ષ કરતા નીતિન પટેલે કહ્યું કે, આ બધું જમીનોની દલાલીથી નથી થયું, લોકોનું કરી નાંખીને નથી થયું, પ્રજાના પ્રેમથી કામો થાય છે. પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય, હોદ્દો મળે તેને નેતા ના કહેવાય. હોદ્દો તો અનામતના કારણે મળી જાય છે, તેમને કદાચ પોતાના કોઇ હરિફ માટે આ વાતો કરી છે.

નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસે પણ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ભાજપના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર વધ્યો છે. ભાજપનો ખેસ નાંખો અને લૂંટનું લાયસન્સ મેળવો. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે.તમામ વિભાગોમાં ભાજપની એજન્ટ પ્રથા ચાલી રહી છે. નકલીના કારોબારથી ગુજરાત લૂંટાયું છે. ભાજપના ભ્રષ્ટાચારની કથા નીતિન પટેલે ખોલી નાખી છે. ત્યારે આ તમામ મામલે હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch