Fri,26 April 2024,3:57 am
Print
header

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના લીધા આશીર્વાદ- Gujarat Post

રાજકોટઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ રાજકોટમાં છે. ભાજપના નેતાઓ બાબાના શરણે પહોંચી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા છે. તેમની સાથે અન્ય નેતાઓ પણ અહીં પહોંચ્યાં હતા. કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને બાબા સાથે મુલાકાત થઇ હતી.

રાજકોટમાં દિવ્ય દરબારનો પ્રથમ દિવસ વિવાદમાં આવ્યો હતો. દરબારમાં પ્રસાદીની ખુરશીના ભાવના બોર્ડ લાગ્યા હતા. પૈસા આપો અને ખુરશી બુક કરોના બોર્ડ લાગ્યા હતા. પ્રસાદીની ખુરશીના ભાવ 350થી 450 રૂપિયા રાખવામાં આવ્યાં છે. જેને લઈ લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યાં છે.

મોડી રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે અહીં નેતાઓ પહોંચ્યાં હતા. આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે દરબાર યોજાયો હતો. ગઈકાલે બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાઇ.

રાજકોટમાં ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગ દોહરાવીને કહ્યું જો આમ આમ થશે તો જ રામયાત્રા ઉપર, હિન્દુ ઉપર, આપણી પ્રાચીન સંસ્કૃતિ ઉપરના હુમલા અટકશે, લવજેહાદ અટકશે અને સાથે અન્ય ધર્મના લોકો પણ પોતાનો ધર્મ શાંતિથી ઉજવી શકશે. કારણ કે હિન્દુ રાષ્ટ્ર એવી શાસન વ્યવસ્થા છે જેમાં દરેક ધર્મ પ્રતિ સમભાવ હોય છે. હિન્દુસમાજ એક થાય, માલાની સાથે ભાલા રાખે. જે સંપ્રદાયો સનાતન હિન્દુ દેવી-દેવતાઓમાં માનતા નથી તે છુપા શત્રૂઓ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch