Fri,28 March 2025,2:27 am
Print
header

રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ, અનેક કર્મચારીઓ દંડાયા

ગાંધીનગરઃ સરકારી કચેરીઓનાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. કારણ કે આજે એટલે કે મંગળવાર 11 ફેબ્રઆરીથી સરકારી કચેરીઓના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત થઇ છે. હેલ્મેટ નિયમોનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈયાર છે. આ અંગે રાજ્ય પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે.

વડોદરા-સુરતમાં કાર્યવાહી શરૂ

DGPના પરિપત્ર બાદ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી છે. ડીજીપીએ તમામ સરકારી કચેરીઓમાં લોકો હેલ્મેટ પહેરી આવાનું સૂચન કર્યું હતું. તમામ શહેરોમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ચેકીંગ કરવામાં આવતા સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવે તો મેમો આપવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. વડોદરામાં પણ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લગભગ 30થી વધુ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ કડક ચેકિંગ કરી રહી છે.

હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી

ગુજરાત હાઇકોર્ટે જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદમાં  ટ્રાફિક અને આ સમસ્યા દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવા આદેશ કર્યો હતો. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે કડક કાર્યવાહી કરાઇ રહી છે.

સરકારે જાહેર કર્યો હતો પરિપત્ર

ગત વર્ષે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજાઓ અને મોતના બનાવો ધ્યાનમાં લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન થવું જરૂરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch