Thu,18 April 2024,8:14 am
Print
header

દેશમા છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 16, 900 કેસ, મહારાષ્ટ્રમાં જ 8,800 કેસ

કોરોના ટેસ્ટ માટે મહારાષ્ટ્ર બોર્ડર પોલીસ અને આરોગ્ય તંત્ર તૈનાત, મધ્યપ્રદેશ  બોર્ડર પર એલર્ટ

અમદાવાદઃ દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગુજરાત (Gujarat)માં પણ તબક્કા વાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.  દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે (health Department)બહાર પાડેલા કોરોનાના આંકડાઓએ જોખમ વધાર્યુ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેશમાં નવા 16 હજાર 900 કેસ નોંધાયા છે.જે પૈકી 8 હજાર 800 કેસ માત્ર મહારાષ્ટ્રમાં (maharastra) નોંધાયા છે. કેરળ અને મધ્યપ્રદેશમાં પણ કેસની સંખ્યા વઘી રહી છે. ગુજરાતમાં પ્રતિદિન હજારો લોકો મહારાષ્ટ્રમાંથી આવે છે અને મધ્યપ્રદેશથી આવનારા લોકોની સંખ્યા પણ વઘારે છે. તેવામાં ગુજરાતમાં કોરોના (corona) સંક્રમણની સ્થિતિ વઘુ વકરી શકે છે. દેશમાં નોંધાયેલા કેસની ગંભીરતાની વાત કરીએ તો  27 દિવસ બાદ  કોરોનાના કેસનો આંક 15 હજારને પાર થયો છે.  

બીજી ચિંતાજનક વાત એ છે કે સામાન્ય રીતે પ્રતિદિન નોંધાતા કેસની સંખ્યાના પ્રમાણમાં રીકવરીનું પ્રમાણ નોંધપાત્ર રહેતુ હતુ. પરંતુ હાલમાં નોંધાયેલા 16 હજાર 900 કેસની સામે માત્ર 12 હજાર દર્દીઓ સાજા થયા છે દેશમાં એક્ટીવ કેસની સંખ્યા એક લાખ 48 હજાર  છે. આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે હાલ મહારાષ્ટ્રમાંથી આવતા તમામ મુસાફરોને તપાસવા અને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર (Gujarat maharastra border) પર આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં શરૂ કર્યું છે.ખાસ કરીને સુરત અને વાપીમાં મહારાષ્ટ્રમાંથી આવતા લોકોની સંખ્યા વધારે છે. સુરત અને વાપી જિલ્લા પ્રશાસનને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટે ટેમ્પરેચર ટેસ્ટ અને જરુર પડે કોરોના કીટથી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch