Fri,19 April 2024,7:41 am
Print
header

ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રભારી, જાણો કોનું નામ છે મોખરે- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસને નવા સંગઠન પ્રભારી મળશે. ગુજરાતમાં આગાઉ કામ કરી ચૂકેલા નેતાને પ્રભારીની જવાબદારી  સોંપવામાં આવી શકે છે. જેમાં રાજસ્થાનના નેતા મોહન પ્રકાશ અને કર્ણાટકના નેતા બી કે હરિપ્રસાદનું નામ ચર્ચામાં છે. બંને નેતાઓ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. પ્રભારીની નિમણૂંક બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે છે. વિધાનસભા 2022ની ચૂંટણીના ખરાબ પરિણામોને કારણે પ્રભારી અને પ્રમુખ બદલવાનું નક્કી છે. પ્રભારી પદેથી ડો.રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે.

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે અત્યાર સુધીનો કંગાળ દેખાવ કર્યો હતો, માત્ર 17 બેઠકો જ જીતી હતી. જ્યારે ભાજપે ઐતિહાસિક સૌથી વધુ 156 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો, રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને પાંચ અને અન્યને ચાર બેઠક મળી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch