Wed,31 May 2023,1:49 am
Print
header

ગુજરાત કોંગ્રેસના આદિવાસી નેતા ધીરૂભાઈ ભીલ ભાજપમાં સામેલ થયા- Gujarat Post

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ તૂટી રહી છે, આદિવાસી નેતા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં ભળી ગયાં હતાં. ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડ્યો હતો અને ભાજપે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી.

લોકસભાની ચૂંટણી પહેલા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાયા બાદ ભાજપની આદિવાસી વિસ્તારમાં પક્કડ મજબૂત બનશે. અત્યાર સુધીમાં ધીરુભાઈ 6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જેમાંથી 4 વખત તેઓ વિજેતા થયા હતા.જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ તેમને હરાવ્યાં હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch