અમદાવાદઃ ગુજરાત વિધાસનભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે સત્ય શોધક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીર સહિત ચાર લોકોને સસ્પેન્ડ કર્યાં છે. જેમાં બુધવારે પ્રગતિ આહીરે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. લખ્યું છે હું પ્રગતિ આહીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મહિલા અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા તરીકે પાર્ટીમાં નિષ્ઠાથી કામ કરી રહી છું. વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતી મીડિયા તથા નેશનલ મીડિયામાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂતીથી આગળ રાખી છે, હું કોંગ્રેસ પક્ષ સાથે પૂરી વફાદારીથી રહી છું.
ગઈકાલે ચાર વાગે એક મીડિયામાંથી ફોન આવ્યાં બાદ મને ખબર પડી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી છે. આ સાંભળીને હું પણ આશ્ચર્ચચકિત છું. મને પ્રદેશ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી કોઈ નોટિસ મળી નથી કે કોઈ સસ્પેન્ડ પત્ર પણ મળ્યો નથી. મેં ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતાઓને ફોન કરીને પૂછ્યું ત્યારે તેઓ પણ અચંબિત હતા અને મને કહ્યું કે કોઈ ભૂલ રહી ગઈ હશે. આ અંગે અમને કંઈ પૂછવામાં નથી આવ્યું કે કોઈ જાણકારી નથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સત્ય શોધક સિમિતિના અધ્યક્ષ ડો. નટવરસિંહને પણ આ અંગે કોઈ જાણકારી નથી.
મેં ગુજરાતમાં સેવાદળ મહિલાઓનું સંગઠન બનાવ્યું છે અને પાર્ટી માટે અનેક પ્રોગ્રામ કર્યાં છે. લાકડી પણ ખાધી છે, વિધાનસભા, લોકસભા કે પેટા ચૂંટણીઓમાં અમારી હાર હોય કે જીત, કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રાખ્યો છે. મારી તમને નમ્ર વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટી મારી સાથે ન્યાય કરે અને મને કારણ વગર અપમાનિત ન કરવામાં આવે.
મારી સામે કોઈ પણ પાર્ટી વિરુદ્ધ કામના પુરાવા રજૂ કરશો તો હું આજીવન રાજનીતિ છોડી દઈશ. હું કોગ્રેસ પક્ષની નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા તરીકે અડગ ઉભી છું અને રહીશ.
મને વિશ્વાસ છે કે તમે મારી સાથે ન્યાય કરશો. જય હિન્દ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
मैं कोंग्रेस मैं थी, हु और रहूँगी। अगर मेरे ख़िलाफ़ एक भी सबूत हो तो मैं राजनीति छोड़ दूँगी। अगर मैं सही हु तो कोंग्रेस पार्टी मेरे साथ न्याय करे। @kharge @RahulGandhi @kcvenugopalmp @Pawankhera @Jairam_Ramesh @abpasmitatv @Zee24Kalak @GSTV_NEWS @SandeshNews1 pic.twitter.com/j4FVABFuue
— Pragati Aahir (@PragatiAahir) January 25, 2023
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
જુનિયર કલાર્ક પેપર લીક કાંડના આરોપી જીત નાયકને સવારે 4 વાગ્યે અમદાવાદ એટીએસ હેડ ક્વાર્ટર લવાયો- Gujarat Post | 2023-01-30 10:31:12
અમદાવાદ એરપોર્ટ પરથી બે ઇન્ટરનેશનલ ફલાઇટના શટર પડ્યા- Gujarat Post | 2023-01-25 11:06:28
પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ, ગુજરાત કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીરને છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ | 2023-01-25 10:23:21