Thu,25 April 2024,3:05 pm
Print
header

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવ્ય સ્વાગત, જાણો ભાજપને લઈને શું આપ્યું નિવેદન ?

અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું 

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કૉંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચ્યાં હતા. જગદીશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.કહ્યું કોંગ્રેસ પરિવારે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર. ભાજપની રણનીતિને ઓળખુ છું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે.

જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા  પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 માં જીત્યાં હતા.ઠાકોર 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યાં હતા. 2009 ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા, જગદીશ ઠાકોર 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યાં છે. તેઓને એક સારા રણનીતિકાર માનવામાં આવે છે, ઓબીસી સમાજમાં તેમનું સારું પ્રભુત્વ છે અને હવે કોંગ્રેસે તેમને ગુજરાતની જવાબદારી આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch