Thu,25 April 2024,2:01 am
Print
header

અમિત ચાવડા-પરેશ ધાનાણીના રાજીનામાથી મને દુ:ખ થયું- રૂપાણી

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામાં આપી દેવા પડ્યાં છે. હાઈકમાન્ડ દ્વારા આ નેતાઓના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યાં છે હવે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસનાં બે નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા તેનું દુખ છે આ બંને નેતાઓ મારા મિત્રો છે,  રાજકીય બાબત જે હોય તે તેમનાં રાજીનામાંથી દુખ થાય તે સ્વાભાવિક છે.  મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે પરિણામો જ એવાં હતાં કે બીજો કોઈ વિકલ્પ ન હતો.

મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે જીત મેળવી છે 31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો થઇ ગયો છે. શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મ્હોર મારી હતી. ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો મેળવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch