ગાંધીનગરઃ પેગાસસ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યું કે, કોંગ્રેસ સત્તા વિના તરફડી રહી છે. સત્તા મેળવવા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ રહી છે તેનો આ દાખલો છે. લોકશાહીમાં વિપક્ષે જે ભૂમિકા ભજવવાની હોય છે તે કમનસીબે સત્તા વિમુખ થયા બાદ કોંગ્રેસ વિકાસની રાજનીતિનો વિરોધ કરી રહી છે. 45 દેશ પેગાસસનો ઉપયોગ કરે છે તેની વાત નથી કરતા. દેશહિત, જનહિત અને રાષ્ટ્રીય સુરક્ષાને બાજુએ મૂકીને ફરી સત્તા પર આવવા માટે કોંગ્રેસ વલખા મારી રહી છે. તેની મનની મુરાદ પૂરી થવાની નથી, ઘણા દાયકાઓ સુધી સત્તા ભોગવી છે. જેમ પાણી વિના માછલી તરફડે છે તેમ સત્તા વિના કોંગ્રેસ તરફડે છે. કોંગ્રેસે ખેડૂત આંદોલનમાં પણ ખેડૂતોને ગુમરાહ કર્યાં છે. ખેડૂતોના નામે અરાજકતા ઊભી થાય તેવા પ્રયાસો કોંગ્રસે કર્યા છે.
સર્જીકલ અને એર સ્ટ્રાઈક વખતે પણ નકારાત્મકતા દાખવી, નકસલ ગેંગ કે જેઓ સેનાને બદનામ કરે છે તેની સાથે જોડાઈને દેશને બદનામ કરે છે. રાષ્ટ્ર વિરોધીઓ સાથે જોડાતા કોંગ્રેસને શરમ આવતી નથી. ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે એ કોંગ્રેસથી જોવાતુ નથી માટે રાજનીતિ કરી રહી છે. વડાપ્રધાન સંસદગૃહમાં નવ નિયુક્ત પ્રધાનોની ઓળખ કરવતા હોય ત્યારે સસંદીય પ્રણાલીને તોડીને કોગ્રેસે લોકશાહીને બટ્ટો લગાવ્યો છે. પ્રજા આ કોંગ્રેસને ઓળખી લે તેમ પણ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. નોંધનિય છે કે 40 પત્રકારો અને નેતાઓ સહિત અનેક ભારતીયોની ઇઝરાયલના સોફ્ટવેર દ્વારા જાસૂસી થઇ હોવાના રિપોર્ટ બાદ મોદી સરકાર સામે વિપક્ષે આક્ષેપ કર્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23