Wed,24 April 2024,4:00 pm
Print
header

રાજયમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ લેવા અને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું ?

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ચિંતાજનક રીતે વધી રહેલા કેસને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  કહ્યું કે કોરોનાના સમયે બીમારી વકરે છે જેને કારણે મૃત્યુંનું પ્રમાણ વધતુ હોય છે. ગુજરાતમાં સક્સેસ મોડેલ છે લોકો બીમાર થાય તેના પહેલાં સારવાર મળી જાય છે. આપણે જે તે વિસ્તારમાં જઈએ ત્યાં ઝડપી સારવાર થાય તેનાથી કોરોના પોઝિટીવ ધરાવતા દર્દીઓ અલગથી રાખવામાં આવે છે. 4 મનપાઓ સૌથી વધુ સંક્રમિત છે.

લોકોને વિનંતી છે કામ સિવાય બહાર ન જાય,બહાર જવાનું ઓછુ કરીએ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ થાય તેવા પ્રસંગો ન કરો. સરકારને બધા માસ્ક પહેરે તેમાં રસ છે. હાઈકોર્ટે આપણને કહ્યું છે દંડ લો એટલે દંડ લઈએ છીએ.

રેમડેસિવિર ઈન્જેક્શનની એક અઠવાડિયામાં માત્રાઓ વધારી છે. સુરતમાં 10 હજાર ઈન્જેક્શન મોકલ્યાં છે. સરકારી હોસ્પિટલોમાં પણ મોકલ્યા છે.અન્ય જિલ્લાઓમાં ઈન્જેકશન મોકલાવી રહી છે. 88 હજાર ઈન્જેક્શન મોકલાયા છે. પરંતુ તજજ્ઞોએ કહ્યું તમામને રેમડેસિવિર લેવાની જરૂર નથી. બીન જરૂરી લેવાથી નુકસાન થાય છે. ડોક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરો. વિજય રૂપાણીએ જણાવ્યું કે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે કોઈ 24-48 કલાક ઉભા રહેતું નથી. થોડીવાર ઉભું રહેવું પડે છે. હું કહું છું તમને ઝાયડસે એક વધારાની વ્યવસ્થા કરી છે. સરકારે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે રાજકોટ, સરકાર ડાયરેક્ટ કોઈને ઇન્જેક્શન આપતી નથી અને આપવાની પણ નથી. કારણ કે, કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, એનો કોઈ હિસાબ-કિતાબ નથી. સરકારે જેટલી કોવિડ હોસ્પિટલો છે, ખાનગી કે સરકારી. તેમને આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં હેલ્પલાઇન ઉભી કરી છે. એ નંબર પર સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલના ડોક્ટર વોટ્સએપ પર પ્રિક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે એક કલાકમાં એને ઇન્જેક્શન સરકાર આપી દે છે. પણ આપે છે કોને, હોસ્પિટલોને જ. નર્સિંગ હોમને.

રાજ્યમાં ટેસ્ટિંગમાં મોટી માત્રામાં વધારો કર્યો છે. રોજના 1.20 લાખ ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટિંગ કરીશુ તો ખ્યાલ આવશે એટલે માત્રા વધારી છે, આંકડાની ચિંતા કર્યા વગર ટેસ્ટિંગ કરાઈ રહ્યાં છે તેમ પણ રૂપાણીએ જણાવ્યું હતું.

નોંધનિય છે કે ઇન્જેક્શનને લઇને વિજય રૂપાણીના દાવા ખોટા પડી રહ્યાં છે. ઝાયડસમાં લાંબી લાઇનો સૌ કોઇએ જોઇ છે અને આજે તો આ ઇન્જેક્શન મળી પણ રહ્યાં નથી. રાજ્યમાં લોકોની હાલત કફોડી બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch