Thu,21 May 2026,4:35 am
Print
header

પશ્વિમ બંગાળમાં ભાજપનો વિજય: ગુજરાતના CM અને ડેપ્યુટી CM એ પાઠવ્યાં અભિનંદન, ઝાલમુરીનો માણ્યો સ્વાદ

  • Published By dilip patel
  • 2026-05-04 17:32:18
  • /

ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થતાં ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે દિવાળી જેવો માહોલ છે. કાર્યકરોએ ફટાકડા ફોડીને ઝાલમુરી ખાઈને આ ઐતિહાસિક જીત વધાવી લીધી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બંગાળની જનતાનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નૈતૃત્વ અને કાર્યકરોની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, PM મોદીના નેતૃત્વમાં ભાજપ સતત નવા શિખરો સર કરી રહ્યું છે. ભાજપનો કાર્યકર હંમેશા હારમાંથી શીખ લઈને આગળ વધે છે, જેનું પરિણામ આજે બંગાળમાં જોવા મળ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch