Fri,28 March 2025,1:58 am
Print
header

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર બહારમાં કમળ ખીલ્યું, મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓની દેવદુર્લભ સાથે કરી સરખામણી

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 2054 બેઠકોમાંથી 2047 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. રાજ્યની 66 મનમાંથી 62માં ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસને 1 નગરપાલિકામાં સત્તા મળી છે.

ગુજરાતમાં પાલિકા-પંચાયતમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યાં બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.  

ભાજપ એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપ એટલે કોરા વાયદાની નહીં, પણ નક્કર વિકાસની રાજનીતિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે.

સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહિ.

પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાને પ્રતિબદ્ધ ભાજપા પરિવારને હૃદયથી અભિનંદન.

પંચમહાલની કાલોલ નગરપાલિકા વર્ષ 1996માં અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. જાહેર થયેલા પરિણામમાં ભાજપને 11 અને અપક્ષને 10 બેઠકો મળી હતી. આ સાથે જ કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ભાજપને 17 અને એક અપક્ષના સમર્થનવાળી બેઠક મળી કુલ 18 બેઠકો મળી હતી. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જીતને વધાવી હતી.   

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch