ભાવનગરઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કના ફૂટેલા પેપરના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વારંવાર પેપર ફૂટતા સરકાર જાગી છે.અને કૌભાંડીઓ સામે બજેટસત્રમાં કાયદો લાવશે. જેમાં પેપર વેચનાર અને ખરીદનાર બંનેને કડક સજા થશે. દરમિયાન પેપર ફૂટવાની ઘટનાથી ભાવનગર ભાજપના આઈટી સેલના સહ કન્વિનર યગ્નેશ ત્રિવેદીએ રાજીનામું આપી દીધું હોવાનું કહ્યું છે. તેમને લાખો ઉમેદવારોની હાલની સ્થિતીની વાત કરતા કહ્યું કે પેપર ફૂટવાને કારણે ઉમેદવારોએ પરીક્ષા આપ્યાં વગર જ ઘરે જવું પડ્યું છે. ઉપરાંત અગાઉનો ભાજપમાં જોડાવાનો મારો નિર્ણય ઉતાવળો અને ખોટો હતો. બીજા નેતાઓ પણ અંદરખાને કહી રહ્યાં છે કે વારંવાર પેપર ફૂટી રહ્યાં છે, જે ભાજપ સરકારની નિષ્ક્રીયતા છે. આરોપીને કડકમાં કડક સજા મળવી જોઇએ.
પેપરકાડમાં સંડોવાયેલ 15 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. કલમ 406, 409, 420 અને 120-બી મુજબ ગુનો નોંધાયો છે. આ પ્રકરણમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો આરોપી શ્રદ્ધાકર લુહાના, સરોજ, ચિરાયુ અને ઇમરાન ફરાર હોવાથી ATSએ તમામને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં 10 દિવસના રિમાંડ મજૂર કરવામાં આવ્યાં છે.
સમગ્ર પેપર લીક કૌભાંડમાં વડોદરાનો ભાસ્કર ચૌધરી મુખ્ય સૂત્રધાર છે. જેની અગાઉ બિહારમાં પેપર લીક કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. આરોપી કેતન બારોટ પણ અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલો હતો.આ મામલે હવે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28