બનાસકાંઠાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી જ્વલંત વિજય મેળવ્યો છે. આ જીતની ઉજવણી કરવા માટે પાલનપુરના ચડોતર ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સંમેલન જીતના ઉત્સાહ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના એક નિવેદનને કારણે વધુ ચર્ચામાં આવ્યું છે.
સંમેલનમાં સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું કે, બનાસની બહેન, તમે લોકસભામાં જઈને નારી વંદના અધિનિયમનો વિરોધ કરીને દેશની બહેનોનું અપમાન કર્યું છે. તેનો જ જવાબ આપતા આ વખતે અમારી બહેનોએ તમારા ગઢમાંથી સીટો તમારા સાડીના પાલવમાંથી આંચકી લીધી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપર પણ કટાક્ષ કર્યો હતો, તેમણે કહ્યું કે વડગામમાં પણ ભાજપે જીત મેળવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ વાવ અને થરાદ જેવી બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે કબ્જે કરી લીધી હતી.
બનાસની ધરતી પર ગુંજ્યો ભવ્ય વિજયનાદ!
— BJP Gujarat (@BJP4Gujarat) April 30, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બાદ આજે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ખાતે આયોજિત 'બનાસ વિજયોત્સવ'માં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ કર્મઠ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું અને સૌને અભિનંદન પાઠવ્યા.
આ વિજય એ… pic.twitter.com/pURLfOeMaf
જગદીશ વિશ્વકર્માના સાડીના પાલવ વાળા નિવેદન બાદ ઠાકોર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થરાદમાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે મંચ પરથી હુંકાર કરતા જણાવ્યું હતું કે, રાજકીય પક્ષના પ્રમુખોને શું બોલવું તેનું ભાન નથી. નારીના પાલવ સુધી વાત કરવી એ અભદ્ર વ્યવહાર અને માતૃશક્તિનું અપમાન છે. તેમણે સમગ્ર સમાજને આ અપમાન સામે વિરોધ પ્રદર્શિત કરવા અપીલ પણ કરી છે.
એક તરફ ભાજપ બનાસકાંઠામાં પોતાની પકડ મજબૂત કરી હોવાનો દાવો કરી રહ્યું છે, બીજી તરફ પ્રદેશ પ્રમુખના આ વિવાદિત નિવેદને આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરશે તે ચોક્કસ છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00