Sat,20 April 2024,2:29 pm
Print
header

કેવડિયાઃ આજથી ભાજપની પ્રદેશ કારોબારી, 2022 વિધાનસભા ચૂંટણીઓ માટે ઘડાશે વ્યૂહરચના

ફાઇલ ફોટો

કેવડિયા કોલોનીઃ ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીને મળી રહેલા સમર્થન બાદ ભાજપ-કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આજથી ત્રણ દિવસ માટે કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારી છે. જેમાં મિશન 2022નો રોડમેપ તૈયાર કરાશે. બેઠકમાં કોરોબારીના સભ્યોને ટેબ્લેટ આપી મિશન ડિજિટલ પણ શરૂ કરાશે, મહામંથનમાં ભાજપના 600 થી વધુ આગેવાનો સામેલ થશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઠરાવો પણ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા પણ ઉપસ્થિત રહેશે.

તમામ કારોબારી સભ્યોનું ઈ રજિસ્ટ્રેશન થશે અને ટેબલેટ વિતરણ કરાશે. આવતીકાલે કારોબારી બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ, રાજકીય ઠરાવો થશે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સંબોધન થશે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ નેતાઓથી લઈને પંચાયત અને પેજ પ્રમુખ સુધીના કામની વ્યવસ્થા અને વહેંચણી થશે. બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઇડલાઇન આપવામાં આવી છે. ભાજપના પદાધિકારીઓને પોતાની ખાનગી કારને બદલે ટ્રેન કે બસથી કેવડિયા પહોંચવા જણાવાયું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch