અમદાવાદઃ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય તો મેળવી લીધો છે, પરંતુ હવે જીત પછી પદાધિકારીઓની પસંદગીમાં મોડું થઇ રહ્યું છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાને 16 દિવસ વીતી ગયા હોવા છતાં, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ હજુ સુધી નામો નક્કી કરી શક્યું નથી.
ભાજપના છેલ્લા 10 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો, સામાન્ય રીતે પરિણામના બે સપ્તાહની અંદર જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો જાહેર થતા હોય છે. 2015માં અમદાવાદમાં 2 ડિસેમ્બરે પરિણામ આવ્યાં બાદ માત્ર 12 દિવસમાં (14 ડિસેમ્બર) ગૌતમ શાહે મેયર તરીકે પદ ગ્રહણ કર્યું હતું. 2021માં કોરોનાની ગંભીર સ્થિતિ હોવા છતાં માત્ર 14 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. 23 ફેબ્રુઆરીએ પરિણામ બાદ 10 માર્ચે કિરીટ પરમાર મેયર બન્યા હતા. 2026માં આ વખતે 28 એપ્રિલે પરિણામ આવ્યાં બાદ આજે 14 મે થઈ હોવા છતાં (16 દિવસ) હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસ સુધી સળંગ બેઠકો ચાલી હોવા છતાં, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના પ્રમુખોના નામો પર સહમતી સધાઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પદાધિકારીઓની નિમણૂકમાં અનેક જૂથવાદ અને દાવેદારોની લાંબી યાદીને કારણે નેતાગીરી મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
નિયમ મુજબ, મેયર અને અન્ય હોદ્દેદારોની નિમણૂંક માટે મ્યુનિસિપલ કમિશનરોએ સામાન્ય સભા બોલાવવી પડે છે. આ સભા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને 3 દિવસ અગાઉ જાણ કરવી અનિવાર્ય છે. પરંતુ ભાજપ દ્વારા નામો જાહેર ન કરાતા કમિશનરો હજુ સુધી સામાન્ય સભાનું જાહેરનામું બહાર પાડી શક્યા નથી.
ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સૂત્રો કોને સોંપવા તે મુદ્દે પક્ષમાં ખેંચતાણ ચરમસીમાએ છે. 15 મહાનગરપાલિકાઓના ભાવિ મેયર કોણ બનશે તે જાણવા માટે હજુ પણ કાર્યકરો અને લોકોએ રાહ જોવી પડશે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09