Thu,25 April 2024,7:59 pm
Print
header

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કરી સદસ્યતા અભિયાનની શરૂઆત- gujarat post

ગાંધીનગરઃ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને આ અંગે જાણકારી આપી છે. સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ દ્વારા પાર્ટીની વિચારધારા જનજન સુધી પહોંચે અને વધુને વધુ લોકો ભાજપની વિચારધારા સાથે જોડાય તે માટે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ સદસ્યતા અભિયાનમાં તમામ લોકો જોડાય શકે છે. જેમાં 7878182182 મોબાઇલ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, અને આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરીને તેને સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકે છે.વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે તેનું આ અભિયાન શરૂ કર્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch