ગાંધીનગરઃ ગુજરાત ભાજપ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં ભાજપના બે ટોચના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાષ્ટ્રીય નેતા સતિષ પુનિયા 30 ઓગસ્ટે અને ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ 2 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે, જેને પગલે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
30 ઓગસ્ટે પુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમના વિશેષ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા રાજસ્થાની સમાજના અંદાજે 1000 જેટલા અગ્રણીઓ અને નાગરિકો જોડાશે, કાર્યક્રમ દરમિયાન પુનિયા રાજસ્થાની સમાજ સાથે સીધો સંવાદ કરશે અને વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે.
ગુજરાત ભાજપના પ્રભારી તરીકેનો પદભાર સંભાળ્યાં બાદ તરુણ ચૂગનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ હોવાથી તેનું વિશેષ સંગઠનાત્મક મહત્વ છે. કમલમ ખાતે પ્રદેશ કક્ષાના સંગઠનાત્મક હોદ્દેદારો અને ક્ષેત્રીય નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં રાજ્યભરમાં સંગઠનની સ્થિતિ, કાર્યકરોની કામગીરી અને આગામી કાર્યક્રમો સહિત ચૂંટણીલક્ષી રણનીતિ પર મંથન થશે.
તરુણ ચૂગ રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજશે. સરકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચાડવામાં સંગઠનની ભૂમિકા તથા સરકાર-સંગઠન વચ્ચે ઉત્તમ તાલમેલ સ્થાપવા અંગે માર્ગદર્શન આપશે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
બ્રિક્સઃ પુતિનના આમંત્રણનો PM મોદીએ સ્વીકાર કર્યો, યુક્રેન સંઘર્ષમાં મદદ માટે ભારત તૈયાર | 2026-09-11 18:05:27
ગુજરાત વિધાનસભામાં GST સુધારા વિધેયક સર્વાનુમતે પસાર: રાજ્યમાં વેપાર- ઉદ્યોગને મળશે નવું બળ | 2026-09-11 08:52:04
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
વેપારીઓ માટે મોટી ખુશખબર, રાજ્યમાં 24 કલાક ધમધમશે મોલ- દુકાનો | 2026-09-11 17:51:36
ગુજરાતમાં 1947નો જૂનો ભાડા કાયદો રદ થશે: નવું ગુજરાત રેન્ટ બિલ 2026 લાવવાની તૈયારી | 2026-09-09 17:18:12
ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી- નિમણૂંક:સુરતના નવા મ્યુ.કમિશનર તરીકે બેનિવાલ | 2026-09-06 07:25:31
ગુજરાતનો અંધશ્રદ્ધાનો આ કિસ્સો ખતરનાક છે, પુત્ર પ્રાપ્તી માટે યુવકે દાંતરડાથી પોતાનું જ પેટ ચીરી નાખ્યું ! | 2026-09-03 18:48:48