ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર થયું હતું. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રજૂ કરવામાં આવેલું આ બિલ રાજ્યમાં વેપાર-ઉદ્યોગને વેગ આપવા અને શ્રમિકોની સ્થિતિમાં સુધારો કરવાના હેતુથી લાવવામાં આવ્યું હતું. જો કે, બિલની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીના લાઈવ પ્રસારણની માગ સાથે ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ સુધારા વિધેયક દ્વારા 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યાં છે. જે મુજબ કામના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે. દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. હવે કર્મચારી સળંગ 6 કલાક સુધી કામ કરી શકશે (અગાઉ આ મર્યાદા 5 કલાકની હતી). ઉપરાંત ત્રણ મહિનામાં ઓવરટાઇમની મર્યાદા 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે.
પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઈઓ સાથે હવે મહિલાઓ પણ નાઇટ શિફ્ટ કરી શકશે, જેનાથી રોજગારીની તકો વધશે. આ નવા નિયમો 20થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં લાગુ થશે.
વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું...
— Gujarat Information (@InfoGujarat) February 17, 2026
આધુનિક… pic.twitter.com/EUphMOB2vh
મંત્રી બાવળીયાએ કહ્યું કે, આજના આધુનિક સમયમાં દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનું યોગદાન વધી રહ્યું છે. મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા મહિલાઓને આરામ માટેના રૂમ, રાત્રિ ઘોડીયાઘર, મહિલા માટેના શૌચાલય, તેમના ગૌરવ, સન્માન અને સલામતીના યોગ્ય રક્ષણ, જાતીય સતામણીથી રક્ષણ તેમજ સંસ્થાથી તેમના નિવાસ સ્થાન સુધી તેમને લાવવા-લઇ જવાની વ્યવસ્થા માલિક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય એવી દુકાન અથવા સંસ્થામાં મહિલા શ્રમયોગીને રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક વચ્ચેના સમયમાં કામ કરવાની મંજૂરી આપી શકાશે. આમ, કામના સ્થળ પર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જોગવાઇ રાજ્ય સરકારે આ કાયદામાં કરી છે
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG | 2026-03-06 09:12:13
ગુજરાતમાં કેટલા સિંહ, સિંહણ અને સિંહબાળ છે, વિધાનસભામાં સરકારે જાહેર કર્યો આંકડો | 2026-02-27 18:20:10
ગુજરાતમાં 6 મહિનાથી પોસ્ટિંગની રાહ જોતા IPS અધિકારીઓને આખરે જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | 2026-02-27 17:49:22
ગુજરાતમાં લગ્નની નોંધણી વખતે હવે માતા- પિતાને જાણ કરવામાં આવશે - Gujarat Post | 2026-02-20 13:12:03