Wed,24 April 2024,5:41 pm
Print
header

આજથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ, જાણો કોને નહીં મળે પ્રવેશ અને કેવી હશે બેઠક વ્યવસ્થા ?

ગાંધીનગરઃકોરોના સંક્રમણ (Coronavirus) ની વચ્ચે આજથી ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Season)નું સત્ર શરુ થઇ રહ્યું  છે, દરેકે કોવીડ-19ની ગાઇડલાઇન (COVID-19 Guideline)નું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ ફરજિયાત કરાવવાનો રહેશે.મંત્રી (Ministers) તેમજ ધારાસભ્યો (MLA)માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

સિનિયર ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગૃહમાં કરવામાં આવી છે જ્યારે જુનિયર ધારાસભ્યને બેસવાની વ્યવસ્થા 4 ઘેરામાં કરવામાં આવી છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના ધારાસભ્યોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના સત્રમાં અધ્યક્ષ સિવાય સત્તા પક્ષ અને વિપક્ષના કુલ 171 ધારાસભ્યો હાજરી આપશે. જેમાં મંત્રી તેમજ સિનિયર ધારાસભ્યોની થઇ કુલ 92 સભ્યો ગૃહમાં બેસશે જ્યારે 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા અલગ અલગ ગેલરીમાં કરવામાં આવી છે. 

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોઇ પણ મુલાકાતીને પ્રવેશ આપવામાં આવશે નહીં તેમજ મંત્રીના પીએ અને ડ્રાઇવરને પણ પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે.
દરેક ધારાસભ્યોએ રેપિડ એન્ટીજન ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેશે,જો કોઇ ધારાસભ્ય તેમના મતવિસ્તારમાંથી રેપિડ એન્ટીજન ટેસ્ટનું પ્રમાણપત્ર રજૂ કરશે તો તેમને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવાથી મુક્તિ આપવામાં આવશે. રવિવારે સાંજે વિધાનસભા સંકુલમાં ધારાસભ્યોના કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના છ ધારાસભ્યોનો ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો.

મીડિયાકર્મીઓ તેમજ પત્રકારોને પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. તેમજ પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝીંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફક્ત 25 મીડિયા કર્મીઓને પ્રવેશ આપવામાં આવશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch