Wed,24 April 2024,12:26 am
Print
header

ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post

સેતલવાડની અટકાયત કરીને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઈ ગયા

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડની વધુ તપાસની જરૂર

મુંબઇઃ ગુજરાત ATSની ટીમ મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી અને તેની અટકાયત કરાઇ છે. NGO ફંડિંગ  કેસમાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. સાથે જ નકલી સહી કરીને કોર્ટમાં ડોક્યુેમેન્ટ આપવાનો આરોપ છે. ગુજરાત ATS એ તિસ્તા સેતલવાડની અટકાયત કરીને તેને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી. ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. પછી તેને કસ્ટડીમાં લેવાઇ હતી, મુંબઈ પોલીસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. એટીએસની ટીમ તિસ્તાને અમદાવાદ હેડક્વાર્ટર લાવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે, તિસ્તા સેતલવાડની એક સંસ્થાએ ગુજરાતના રમખાણો અંગે ખોટી માહિતી આપી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે તત્કાલિન  મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રમખાણો મામલે ક્લિનચીટ આપી હતી. તેમની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

તિસ્તા સેતલવાડ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) નામની સંસ્થાના સેક્રેટરી છે. જે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોની વકીલાત કરવા માટે રચાયેલી સંસ્થા હતી. CJP એ 2002 ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય રાજકારણીઓ, સરકારી અધિકારીઓ સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી કાયદેસરની અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ઝાકિયા જાફરીએ મોદી સહિતના લોકો સામ દાખલ કરી હતી. અરજીને ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડને વધુ તપાસની જરૂર છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch