Wed,15 July 2026,12:52 am
Print
header

રથયાત્રા પૂર્વે ગુજરાત ATS નું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ

  • Published By
  • 2026-07-03 16:29:31
  • /

અમદાવાદઃ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. તે પહેલા ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. એટીએસની ટીમ મધ્ય પ્રદેશ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી હતી.

આ તમામ શખ્સો ગુજરાતમાં આ આતંકી સંગઠનને સક્રિય (એક્ટિવ) કરવા માટે ગુપ્ત રીતે કામગીરી કરી રહ્યાં હતા. ચોક્કસ બાતમીને આધારે ATS ની અલગ-અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે અને હાલમાં આ તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે.

ATSના સકંજામાં આવેલા 8 આતંકીઓની ઓળખ અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા,મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારીયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ તરીકે થઈ  છે.

આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક સાથે સાંઠગાંઠ છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch