Wed,24 April 2024,11:55 pm
Print
header

અશરફ નાગોરીની ગુજરાત ATSએ મહારાષ્ટ્રથી કરી ધરપકડ, ગુજસીટોકના ગુનામાં હતો વોન્ટેડ

સુરતઃ શહેરના માથાભારે અશરફ નાગોરી ને ATS એ ઝડપી પાડ્યો છે. તેનું આખું નામ મોહમ્મદ અશરફ નાગોરી છે. ગુજરાત ATS ને આ આરોપીને પકડવામાં સફળતા મળી છે. ગુજરાત ATS દ્વારા અશરફ નાગોરીને મહારાષ્ટ્રથી પકડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અશરફ નાગોરી સામે ગુજસીટોકનો ગુનો છે.

અશરફ નાગોરી ફાયરિંગ અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો. એટલું જ નહીં અગાઉ હરેન પંડ્યા હત્યા કેસમાં પણ તેની સંડોવણી હોવાના અહેવાલ હતા.આ માથાભારે આરોપી અને તેના સાથીઓ પર 25 થી વધુ ગુના નોંધાયેલા છે. ગેરકાયદેસર હથિયાર, હત્યાની કોશિશ, ખંડણી, જમીન પચાવી પાડવી, ફાયરિંગ જેવા અનેક ગુનામાં ફરાર આ આરોપી ઝડપાયો છે. 2002 માં ભાજપ નેતા પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના કેસમાં પણ આ નામ ખુબ ઊછળ્યું હતું. જો કે કોર્ટે તેને મુક્ત કર્યો હતો. હવે અન્ય ગુનામાં તેની ધરપકડ કરી લેવાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar