Fri,28 March 2025,2:50 am
Print
header

રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, ગુજરાત ATS એ ફરીદાબાદથી આતંકવાદીને હેન્ડ ગ્રેન્ડ સાથે ઝડપી લીધો- Gujarat Post

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું ષડયંંત્ર નિષ્ફળ બનાવાયું

ગુજરાત એટીએસે આતંકવાદીને ઝડપી લીધો

અમદાવાદઃ ગુજરાત ATS ને મોટી સફળતા મળી હતી. ATS ટીમે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદના પાલીથી આતંકી ગતિવિધિમાં સામેલ 19 વર્ષીય અબ્દુલ રહમાનની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં છે. ATS ટીમે તેને રસ્તા પર ચાલતો જોયો હતો અને તેની બેગ ખોલીને તપાસ કરવામાં આવતા જ અંદરથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો.

ગુજરાત ATS ટીમે ગુજરાતના એક યુવકની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદ માટે કેટલાક ઇનપુટ્સ મળ્યાં હતા. આ પછી, ગુજરાત ATS તેને અહીં લાવી હતી. ધરપકડ કરાયેલા યુવકનું નામ અબ્દુલ રહેમાન છે, જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુર ગામનો રહેવાસી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.

ગુજરાત પોલીસ કોઈ ગુનાહિત કેસમાં વોન્ટેડ વ્યક્તિની શોધમાં હતી. પોલીસને બાતમી મળી હતી કે પાલી ગામમાં એક ખેતર પાસે એક શંકાસ્પદ યુવાન એકલો રહે છે. ગુજરાત અને પલવલ એટીએસની ટીમો તેને શોધતી પાલી પહોંચી હતી. તે ગુજરાતથી ભાગી ગયો હતો અને છેલ્લા 10 દિવસથી ફરીદાબાદમાં ખેતર નજીક એક ઘરમાં બદલાયેલા નામથી રહેતો હતો. ગુજરાત એસટીએફે પલવલ એસટીએફની મદદથી તેની ધરપકડ કરી છે.

મોબાઇલ લોકેશનના આધારે રસ્તાની બાજુમાં ચાલતા એક શંકાસ્પદ યુવાનને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તેને નજીકના પ્લોટમાં લઈ જવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગ્રેનેડને નિષ્ક્રિય કર્યા હતા.

ફરીદાબાદ પોલીસ પ્રવક્તા યશપાલ સિંહે કહ્યું, મામલો સંવેદનશીલ છે. બે રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસે યુવક અને તેની પાસેથી મળી આવેલા સામાનને સાથે લઈ ગઈ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch