Thu,25 April 2024,3:56 pm
Print
header

Big News- ગુજરાતમાં કોરોનાનો આંકડો ડરામણો આવ્યો, 11 હજારની પાર થયા નવા કેસ

ગાંધીનગરઃ ઘણા સમય પછી ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, આજે રાજ્યમાં 11176 નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, તહેવારોની સિઝન હોવાથી જનતા પણ બહાર નીકળી રહી છે, અને જો આ પ્રમાણે રહેશે તો પાછા મુશ્કેલીના જૂના દિવસો આવી શકે છે. જેથી લોકોએ જરૂરી હોય તો જ બહાર જવું જોઇએ. માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ ચોક્કસ કરવો જોઇએ.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓનાં મોત થઇ ગયા છે. સામે 4285 દર્દીઓને  ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 50612 થઇ ગઇ છે, જે આંકડો ચિંતાજનક છે. બીજી તરફ રાજ્યમાં 9,44,44,918 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે અને હજુ પણ લોકોનું રસિકરણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3754 કેસ નોંધાયા છે. સુરતમાં 2933, વડોદરામાં 1047 અને રાજકોટમાં 553 કેસ નોંધાયા છે ઉપરાંત અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch