Fri,18 June 2021,2:31 am
Print
header

ગુજરાતી OTT પ્લેટફોર્મ ઓહોનો લોગો રિલિઝ કરાયો

આ પ્લેટફોર્મ પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ પ્રદાન કરશે

 

અમદાવાદઃ સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ અને ખુશી એડવર્ટાઇઝિંગે આજે તેમના આગામી પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ 'ઓહો' નો લોગો લોંચ કર્યો છે ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વિશેષ કરીને યુવાનો વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ્સ (OTT platform)ની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે, જો કે પ્રાદેશિક ભાષાઓના કન્ટેન્ટ માટેના પ્લેટફોર્મની ખાસ જરૂર છે.ગુજરાતી દર્શકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા વિવિધ શૈલીમાં રચનાત્મક અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ પ્રદાન કરવા ગુજરાતી દ્વારા, ગુજરાતી માટેના સૂત્ર સાથે ઓહોની કલ્પના કરવામાં આવી છે. આ પ્લેટફોર્મનું નામ રાખવાની પ્રક્રિયા પણ ખૂબજ રસપ્રદ રહી છે, જે માટે જનતા પાસેથી સૂચનો આમંત્રિત કરાયાં હતાં. ઓટીટી પ્લેટફોર્મ માટે આશરે 100 જેટલાં નામના સૂચનો પ્રાપ્ત થયાં હતાં, જેમાંથી ત્રણ નામ શોર્ટલિસ્ટ કરાઇને એક ઓનલાઇન પોલ દ્વારા પ્લેટફોર્મ માટે "ઓહો" નામ નક્કી કરાયું હતું.

પ્રતિક્રિયા આપતાં સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડના સંસ્થાપક અને ફિલ્મ મેકર અભિષેક જૈને (Abhishek jain) જણાવ્યું હતું કે, “ગુજરાતી ફિલ્મોમાં વર્ષ 2011માં મારી કામગીરીની શરૂઆતથી દર્શકોના સકારાત્મક પ્રતિસાદ બદલ હું તેમનો આભારી રહ્યું છું તેમજ ભાષા પ્રત્યે તેમના પ્રેમને કારણે મને વધુ ગુજરાતી કન્ટેન્ટ (Gujarati content)બનાવવા માટે પ્રેરણા મળી છે. એક દાયકા બાદ આજે અમને ગુજરાતના દરેક ખૂણાની સ્ટોરી કહેવાની, આપણી આસપાસની દરેક પ્રતિભા સાથે જોડાણ કરવાની જરૂર સર્જાઇ છે તથા તેને પૂર્ણ કરવા માટે કન્ટેન્ટ ક્રિએશનની જરૂરિયાત સર્જાઇ અને આખરે ઓહો નો જન્મ થયો, જે ગુજરાતી લોકો માટે ગુજરાતી લોકોની વાર્તા રજૂ કરવા પર કેન્દ્રિત છે. અમે ગર્વથી તેને ગામડાથી લઇ ગ્લોબલ સુધીની ગુજરાતી વાર્તાઓ કહીએ છીએ.”

લોગોના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ખુશી એડવર્ટાઇઝિંગના માલીક પ્રણય શાહે જણાવ્યું હતું કે, “અમારા માટે આ માત્ર બિઝનેસ નથી. આ અમારા હ્રદયની ખૂબજ નજીક છે. ગુજરાતી સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ છે આપણી આસપાસ ઘણી યુવા પ્રતિભાઓ છે. અમે તેમના માટે એક પ્લેટફોર્મની રચના કરવા માગતા હતાં, જ્યા તેઓ આર્ટ, ક્રિએટિવિટી અને ટેલેન્ટ વૈશ્વિક દર્શકો સમક્ષ રજૂ કરી શકે તેમજ બીજી તરફ ગ્લોબલ ગુજરાતી સમુદાયને ઉચ્ચ પ્રકાર ના મનોરંજનની સાથે યુવા પ્રતિભાઓની રચનાત્મકતા ને માણવાની તક મળે.આપણા સમાજને કંઇક પરત આપવાની દિશામાં આ એક નાનકડો પ્રયાસ છે, જ્યાં ગુજરાતી સાહિત્યના અને કલાકારોના સમૃદ્ધ વારસાની ઉજવણી કરી શકાય.”

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે આ ચોક્કસપણે ગર્વ અને ખુશીની વાત છે કારણ કે તે ઉભરતાં તથા સ્થાપિત લેખકો, કલાકારો અને ડિરેક્ટર્સ વગેરેને ગુજરાતી ભાષામાં તેમની રચનાત્મકતા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક દર્શકો સમક્ષ રજૂ કરવા માટે પ્રોત્સાહન આપશે.ઉલ્લેખનીય છે કે સ્ટોરી અથવા કન્ટેન્ટ પસંદગીની પ્રક્રિયા અત્યંત ડેમોક્રેટિક રખાઇ છે તેમજ વેબ સિરિઝના પ્રેમીઓ પરિવાર સાથે બેસીને તેની મજા માણી શકશે.

પ્લેટફોર્મનો લોગો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના વિવિધ પ્લેટફોર્મ ઉપર રિલિઝ કરાયો હતો, જેને લોકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. આમ હવે ગુજરાતી ભાષામાં ઓટીટી શરુ થતા મંનોરંજન માટેનો એક નવો ચીલો ચિતરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->