Wed,24 April 2024,4:18 am
Print
header

આ રહી બોગસ કંપનીઓ, માત્ર કાગળ પર નિકાસ દર્શાવીને GSTમાંથી કરોડો રૂપિયાની ITC મેળવી લીધી

રૂ.75.83 કરોડની ખોટી ખરીદી બતાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી  

 

સુરતઃ રાજ્યમાં જીએસટી વિભાગે વધુ એક બોગસ બિલોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સ્ટેટ જીએસટી વિભાગે સુરતમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ મેળવીને કરાયેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, કૌભાંડી કંપનીઓએ માલની નિકાસ માત્ર કાગળ પર બતાવીને 75.83 કરોડ રૂપિયાની બોગસ ખરીદી બતાવી હતી, નિકાસકાર વેપારીઓને IGSTની રકમનું નિયમ મુજબ રિફંડ મળવાપાત્ર હોય છે. તેનો ખોટો લાભ ઉઠાવીને તેમને આઇટીસી મેળવી લીધી છે.

સુરતમાં સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા કુલ 18 જગ્યાઓએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી, ઓપેરા એક્સપોર્ટ, સેફરોન ગ્રીન ઇન્ટરનેશનલ, રામા, નીડલ એમ્બ્રોડરી, મેજીક ફેશન અને ભારત એન્ટરપ્રાઇઝ સહિતની 6 કંપનીઓએ આ કૌભાંડ આચર્યું છે. કંપનીઓએ 75.83 કરોડ રૂપિયાની બોગસ ખરીદી માત્ર કાગળ પર જ દર્શાવી હતી, તેમને કોઇ જ બિઝનેસ કર્યા વગર આઇટીસી પાસ કરાવી લીધી હતી. હવે સ્ટેટ જીએસટી વિભાગે 6.56 કરોડ રૂપિયાની વસૂલાત માટે કાર્યવાહી શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch