Fri,19 April 2024,12:44 pm
Print
header

સુરતમાં સોપારીના વેપારીઓ પર GST વિભાગનું સર્ચ ઓપરેશન- Gujarat Post

સુરતઃ જીએસટી વિભાગે નવા વર્ષની શરૂઆત સર્ચ ઓપરેશન સાથે કરી છે. સુરતમાં સોપારીના વેપારીઓને ત્યાં GST વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બિલ વગર સોપારીનો ધંધો કરતા વેપારીઓના ગોડાઉન અને ઓફિસમાં રેડ કરાઇ છે. સોપારી લાવનાર વેપારીઓ અને ટ્રાન્સપોર્ટસને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં મોટા મોટા પાયે GST ચોરી પકડાય તેવી શક્યતા છે. જીએસટી વિભાગની કાર્યવાહીથી સુરતમાં સોપારીનો ધંધો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓ ટેક્સ ચોરી કરતા હોવાનું સામે આવ્યાં બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉપરાંત સુરતમાં સોનુ ખરીદનારાઓને ITએ રડાર પર લીધા છે. નવા વર્ષમાં પેનલ્ટી સાથે રિટર્ન ભરવા ITએ નોટિસો મોકલી છે. ફ્લેટ, રો-હાઉસ, કાર, સોનું ખરીદનારાઓ ITની રડાર પર છે, રિટર્નમાં વિગતો ન બતાવનારાઓને રિવાઇઝ ભરવા જણાવ્યું છે. કરદાતાઓને રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી દેવા નોટિસ અપાઈ છે. હાઇ વેલ્યુના ટ્રાન્ઝેક્શન કર્યાં હોવા છતાં તે રિટર્નમાં બતાવ્યું નથી અને બેંક ખાતામાં ભરેલાં રૂપિયાની વિગતો આપી નથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch