Thu,25 April 2024,1:55 pm
Print
header

GST બોગસ બિલિંગમાં જૂનાગઢના એક મોટા રાજકીય માથા સામે થઇ શકે છે મોટી તપાસ- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં બોગસ બિલિંગના કૌભાંડો કરીને કરોડો રૂપિયા બનાવનારાઓ પર જીએસટી વિભાગે તવાઇ બોલાવી છે, ભાવનગરના બહુચર્ચિત કૌભાંડી નીલેશ પટેલની ધરપકડ બાદ તેની કંપની માધવ કોપરના તારની ઉંડી તપાસ થઇ છે, આ કેસમાં 1000 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ થયું હોવાનું જીએસટી વિભાગના ધ્યાન આપ્યું છે,હવે આ પ્રકારના જ કૌભાંડમાં રાજકીય પાર્ટી સાથે જોડાયેલા એક મોટા માથાનું નામ ઉછળ્યું છે.

જૂનાગઢમાં એક રાજકીય માથાની કંપનીમાં ખોટા બિલોની લેવડ દેવડ થઇ હોવાનું જીએસટી વિભાગના ધ્યાને આપ્યું છે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે ભાવનગર, અલંગ અને જૂનાગઢનું એક મોટા બોગસ બિલિંગ કૌભાંડની તપાસ થઇ રહી છે, જેમાં વિભાગના હાથે મોટા પુરાવા લાગ્યા છે અને ટૂંક સમયમાં આ મામલે મોટી કાર્યવાહી થઇ શકે છે.

છેલ્લા 3 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, અગાઉ આ કૌભાંડ કોઇ અધિકારીના અંગત સ્વાર્થને  કારણે દબાઇ ગયું હતુ, પરંતુ હવે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે, કોઇ પણ જાતના બિઝનેસ વગર માત્ર કાગળ પર ધંધો બતાવીને આઇટીસી લઇ લેવામાં આવે છે. રાજ્યમાં આવા હજારો કરોડ રૂપિયાના કૌભાંડો સામે આવ્યાં છે, ત્યારે જોવું રહ્યું કે જૂનાગઢનું આ કૌભાંડ રાજકીય વગથી દબાઇ જાય છે કે પછી આરોપીઓ સામે કોઇ કડક કાર્યવાહી થાય છે કે નહીં ?

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch