- દેશમાં અંદાજે 1.44 કરોડથી વધુ બાળકો જાડાપણાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છેઃ ડૉ. આફરીન જાસાણી
દેશના ભવિષ્યનો આધાર આજના બાળકોના આરોગ્ય અને સુખાકારી પર ટકેલો છે. આમ તો પ્રજાસત્તાક દિનની ઉજવણીના કેન્દ્રમાં દેશની એકતા અને વિકાસ છે, પરંતુ આ દિવસ, દેશના આરોગ્ય અંગે વિચારવાનો અવસર પણ છે. આજે આપણો દેશ બાળકોમાં જાડાપણાની એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જેના કારણોમાં ઊંડા ઉતરીને તાત્કાલિક ઉકેલ અંગે આપણે સાથે મળીને પ્રયત્નોને વધારવાની જરૂર છે.
શૉકિંગ આંકડા: દેશમાં 1.44 કરોડથી વધુ બાળકોમાં જાડાપણું
છેલ્લા બે દાયકામાં ભારતના બાળકોમાં જાડાપણાનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે બમણું થઈ ગયું છે. આ સમસ્યા માત્ર વજન જ નથી વધારતી પરંતુ બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરે છે. બાળકોમાં વધતાં જતાં જાડાપણાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, અને કેટલાક પ્રકારના કેન્સર સુધીનો ખતરો વધી જતો હોય છે. જો માનસિક અસરની વાત કરીએ તો તે તેમના મનોબળ પર પણ અસર કરે છે, જેમાં આત્મવિશ્વાસની ઉણપ, ડિપ્રેશન અને એકલતાની લાગણીનો સમાવેશ થાય છે.
આ સમસ્યા પાછળ ઘણા કારણો જવાબદાર છે, જેમાં ખાવાની ખોટી આદતો, વધુ સ્ક્રીન ટાઇમ, બેઠાડું જીવન અને પોષણ અંગે સમજનો અભાવ જેવી બાબતો છે.
ફિટ ઈન્ડિયા - એક હેલ્ધી ભવિષ્ય તરફનું પગથિયું છે
આ હાલતમાં સુધાર લાવવા માટે એક સકારાત્મક પહેલ કરવામાં આવી છે, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ- વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન લોકો અને ખાસ કરીને બાળકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે.
આ અભિયાન હેઠળ બાળકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા શાળાઓમાં ફિટનેસ કાર્યક્રમો યોજાય છે.ગ્રુપ એક્ટિવિટી દ્વારા શરીરને મજબૂત બનાવવાની માનસિકતા વિકસાવાય છે. જો બાળપણમાં જ યોગ્ય ટેવો અપનાવવામાં આવે તો ભવિષ્યમાં જાડાપણાને ઓછું કરવા સાથે આરોગ્યની સમસ્યાઓને પણ ઘટાડી શકાય છે.
જાડાપણું કન્ટ્રોલ કરવું સહેલું છે, બસ આટલું કરો
1. માતા-પિતાઃ ઘર અને શાળામાં પોષક અને હેલ્ધી ખોરાક આપો અને તે માટે બાળકોને પ્રેરિત કરો.
2. શારીરિક પ્રવૃત્તિ: દૈનિક ઓછામાં ઓછું એક કલાક સુધી રમતો, સાયકલિંગ, ડાન્સ, કે તરવા જેવી ગતિવિધિઓમાં જોડો.
3. સ્ક્રીન ટાઈમઃ મોબાઈલ, ટીવી અને વીડિયો ગેમ્સમાં સમય ઘટાડી રમત ગમતનો સમય વધારો
4. સારો ખોરાકઃ શાકભાજી, ફળો, મિલેટ્સ અને પ્રોટીયુક્ત ખોરાક પર વધુ ભાર આપો. પ્રોસેસ્ડ અને વધુ સુગરવાળા ખોરાકનો ત્યાગ કરો.
5. સમાજનો સહયોગ: પાર્ક, રમતગમત કેન્દ્રો અને અન્ય પ્રવૃત્તિઓ થતી હોય તે જગ્યાઓને વધુ સક્રિય બનાવો. તેમાં સ્થાનિક તંત્ર, શાળાઓ અને સમાજનો સહયોગ લો.
ભવિષ્ય માટે સંકલ્પ
એક આરોગ્યમંદ ભારત એટલે એક મજબૂત ભારત.પ્રજાસત્તાક દિને આપણે આપણા બાળકો માટે તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લઇએ. જાડાપણાને માત્ર એક શારીરિક સમસ્યા તરીકે જ નહીં પરંતુ તેને આપણા દેશના ભવિષ્ય અને વિકાસ સાથે જોડીને વિચાર કરીએ.
બાળકોમાં ફિટનેસને પ્રોત્સાહન આપીને આપણે વધુ આરોગ્યમંદ, આત્મવિશ્વાસથી ભરેલા અને શ્રેષ્ઠ કાર્ય કરનાર નાગરિકો ઊભા કરી શકીશું.
...તો ચાલો, બાળકો, સમાજ અને દેશ માટે, એટલે કે એક તંદુરસ્ત હિંદુસ્તાન માટે સાથે મળીને કામ કરીએ.
(લેખિકા ડૉ. આફરીન જાસાણી એક સર્ટિફાઇડ હેલ્થ કોચ છે અને તેઓ તમામ ઊંમરના લોકોમાં ફિટનેસ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.)
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
સ્ટેટ GST ના અનેક જગ્યાએ દરોડા, અમદાવાદ,સુરત, વાપીમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2025-01-30 19:54:49
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51