(હત્યારો પૌત્ર)
રાજકોટ: રૈયા ધાર પાસે આવેલા શાંતિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જમીન પર લીધેલું ધિરાણ (લોન) ભરપાઈ ન કરવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીમાં પૌત્રએ જ પોતાના સગા દાદાની હત્યા કરી નાખી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક અરજણભાઇ મિયાત્રા (ઉં.વ. 73) શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા અને તેમની પાસે ખેતીની જમીન હતી.આરોપી પૌત્ર મોહિતના પિતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું અને તે દાદાથી અલગ રહેતો હતો. તેણે દાદા પાસે ખેતી કરવા માટે જમીન માંગી હતી, જેથી દાદાએ તેને થોડી જમીન વાવવા આપી હતી. ત્યાર બાદ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં દાદાની સંમતિથી જમીન પર 2.50 લાખનું ધિરાણ લેવામાં આવ્યું હતું.
પૌત્રએ તેમાંથી 1.54 લાખ જેવી રકમ ભરપાઈ કરી હતી, પરંતુ બાકીની રકમ ચૂકવવામાં આનાકાની કરતો હોવાથી દાદા-પૌત્ર વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. 25 મેની સવારે આરોપી મોહિત મિયાત્રા દાદા અરજણભાઈના ઘરે ગયો હતો. ત્યાં ધિરાણની રકમ બાબતે બંને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ગુસ્સામાં આવીને મોહિતે, પ્રથમ દાદાને જોરદાર ધક્કો માર્યો. ત્યાર બાદ ફળિયામાં પડેલી રેંકડી પર તેમને પછાડ્યાં હતા અને અંતે ઓસરીમાં પડેલું લોખંડનું ટેબલ અને પેવર બ્લોક માથાના ભાગે ફટકારી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આરોપી પૌત્રએ ગુનો છુપાવવા માટે પ્લાન ઘડ્યો હતો. હત્યા કર્યા બાદ તેણે પોતાના ફુવાને ફોન કરીને ખોટું બોલ્યો કે, હું દાદાના ઘરે આવ્યો ત્યારે દાદા ડેલી ખોલતા સમયે અચાનક ઠેસ વાગવાથી પડી ગયા છે અને ઈજા થઈ છે. દાદાને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની વાત કરી, ત્યારે પૌત્ર મોહિતે પીએમ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે દાદા મારી સામે જ પડી ગયા છે, આમાં કોઈ શંકા નથી.
વૃદ્ધના શરીર પર ઈજાના શંકાસ્પદ નિશાન હોવાથી યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે દાદાને હોસ્પિટલ લાવનાર પૌત્ર મોહિત અને અન્ય સંબંધીઓની કડક પૂછતાછ હાથ ધરી. પોલીસની આગવી ઢબની સઘન પૂછપરછ સામે આરોપી પૌત્ર વધુ સમય ટકી શક્યો નહીં અને આખરે ભાંગી પડીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32