ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી
ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂંક થઈ શકે છે
ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. 7000 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ શકે છે.
રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લાઓમાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન, 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે. આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે.
આ ચૂંટણી પહેલા ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂંક થઈ જશે. તેમના નેતૃત્વમાં ભાજપ પહેલી ચૂંટણી લડશે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલના નેતૃત્વમાં લડાયેલી આ છેલ્લી ચૂંટણીમાં ભાજપે હરિફોના સૂપડાં સાફ કરી દીધા હતા. હાલ ભાજપ સંગઠનમાં શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખની પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે અને 10 માર્ચ આસપાસ નામોની જાહેરાત થઈ શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
ગાંધીનગરમાં RTO ઇન્સ્પેક્ટરે આટલી રકમની લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા | 2025-03-21 17:59:22
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના કેટલા પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યાં ? વિધાનસભામાં સરકારે કરી આ કબૂલાત | 2025-03-21 12:53:37