Tue,17 June 2025,9:19 am
Print
header

નવો નિર્ણય, રત્નકલાકારોએ શૈક્ષણિક સહાય મેળવવા સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે- Gujarat Post

  • Published By
  • 2025-06-06 10:50:38
  • /

સહાયની રકમ જમા કરાવવા માટે સ્કૂલનાં બેંક ખાતની વિગતો આપવાની રહેશે 

સુરતઃ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અત્યાર સુધી અનેક રત્નકલાકારો બેકાર બન્યાં છે. જે પૈકી ઘણાએ જીવન ટૂંકાવ્યું છે. રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ હતી, જેને કારણે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોને શૈક્ષિણિક સહાય કરવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં 1 વર્ષથી સંપૂર્ણ બેરોજગાર હોય તેવા રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની 13,500 રૂપિયા ફી ભરવાની જાહેરાત કરી હતી. પરંતુ સંપૂર્ણ બેરોજગાર રત્નકલાકારોની યોજનાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ હવે સરકાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.

હવે જે રત્નકલાકારો 31 માર્ચ 2024 પહેલાં ડાયમંડનું કામ છૂટી ગયું હશે અને અન્ય કોઈ જગ્યા પર રોજગારી પર લાગી ગયા હશે, તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. શાળામાં અભ્યાસ કરતાં હોવાનું શાળાનું બોનોફાઈડ સર્ટિફિકેટ અને બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણ પત્ર આપાવનું રહશે.

આ સહાય મેળવવા માટે શ્રમઅધિકારી, રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસોસિએશનનું પ્રમાણપત્ર જરૂરી છે. ફોર્મ ભરવાની આખરી તારીખ 23 જુલાઈ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch