(file photo)
નવી દિલ્હીઃ દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી એક મોટા ખુશખબર સામે છે. કેન્દ્ર સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 25 ના વધારાને મંજૂરી આપી દીધી છે. આ વધારા પછી 2027-28ના રવિ માર્કેટિંગ સિઝન માટે ઘઉંનો MSP વધીને રૂ. 2,610 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આ અગાઉ 2026- 27માં ઘઉંનો MSP પ્રતિ ક્વિન્ટલ રૂ.2,585 હતો. સરકારના જણાવ્યાં અનુસાર, આ નિર્ણયનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકના સારા ભાવ આપવાનો અને ઉત્પાદન ખર્ચ પર પૂરતો નફો (માર્જિન) સુનિશ્ચિત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઘઉંનો ઉત્પાદન ખર્ચ અંદાજે રૂ.1,264 પ્રતિ ક્વિન્ટલ છે. તેની સામે સરકારે વર્ષ 2027-28 માટે MSP રૂ.2,610 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. એટલે કે ઘઉંનો MSP ઉત્પાદન ખર્ચ કરતાં બમણાથી પણ વધુ છે. ઘઉં દેશનો મુખ્ય રવિ પાક છે. તેનું વાવેતર સામાન્ય રીતે ઓક્ટોબરથી શરૂ થાય છે, જ્યારે એપ્રિલથી તેની કાપણી શરૂ થાય છે. આવા સંજોગોમાં નવી MSPની જાહેરાત ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Today, three major decisions with far-reaching nationwide impact were taken. The first decision concerns fixing the Minimum Support Price (MSP) for Rabi crops. For crops such as wheat, barley, gram, lentils, rapeseed, masoor,… pic.twitter.com/o8ZQwCWfqc
— ANI (@ANI) September 30, 2026
સરકારે માત્ર ઘઉં જ નહીં, પરંતુ અન્ય પાંચ રવિ પાકોના MSPમાં પણ વધારો કર્યો છે. જવનો MSP રૂ.2,150થી વધારીને રૂ.2,286 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. કઠોળમાં ચણાનો MSP રૂ. 5,875થી વધારીને રૂ.5,958 અને મસૂરનો MSP રૂ.7,000થી વધારીને રૂ.7,390 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. જ્યારે તેલીબિયાં પાકોમાં રાયડાનો (સરસવ) MSP રૂ.6,200થી વધારીને રૂ.6,613 અને કુસુમનો (કરડી) MSP રૂ. 6,540થી વધારીને રૂ. 7,215 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.
સરકારના અંદાજ મુજબ, 2027-28ના માર્કેટિંગ સિઝનમાં આશરે 324 લાખ ટન રવિ પાકની ખરીદી માટે ખેડૂતોને કુલ રૂ.90,962 કરોડનું ચૂકવણું કરવામાં આવશે. MSP નક્કી કરવામાં કૃષિ ખર્ચ અને કિંમત પંચ (CACP)ની ભલામણોને આધાર બનાવવામાં આવ્યો છે. તેમાં ઉત્પાદન ખર્ચની સાથે સાથે સ્થાનિક અને વૈશ્વિક બજારના ભાવના પ્રવાહો તેમજ હવામાન સંબંધિત જોખમોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
કૃષિ મંત્રાલયે 2026-27 પાક વર્ષ માટે ઘઉંના ઉત્પાદનનું લક્ષ્ય 12.1 કરોડ ટન રાખ્યું છે. ઘઉંના MSPમાં વધારાથી ખેડૂતોને વધુ સારા ભાવ મળવાની અપેક્ષા છે. સાથોસાથ સરકારનું ધ્યાન ઉત્પાદન વધારવા ઉપરાંત ખેડૂતોને ખર્ચ સામે યોગ્ય વળતર પૂરું પાડવા પર પણ છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11