Sun,16 November 2025,6:13 am
Print
header

કચ્છના અબડાસામાં ખનીજ ચોરી રોકવા અધિકારીઓ કેમ નિષ્ફળ ? માફિયાઓ સાથે મળીને કયા અધિકારીઓ ખિસ્સા ગરમ કરી રહ્યાં છે ??

  • Published By Mahesh patel
  • 2025-10-09 21:12:27
  • /

ભ્રષ્ટ અધિકારીઓ સરકારી તિજોરી ખાલી કરી રહ્યાં છે, ખનીજ માફિયાઓને મળી રહી છે મદદ 

ગાંધીનગરથી કચ્છ સુધી ખાણ ખનીજ વિભાગમાં લાગ્યો સડો 

કચ્છઃ અબડાસાના ખિરસરા વિંઝાન અને નૂંધાતડ જેવા ગામોમાં બેન્ટોનાઇટ અને બોક્સાઇટ જેવા ખનીજોની ખુ્લ્લેઆમ ચોરી થઇ રહી છે, રાતના અંધારામાં અનેક ટ્રકો ભરીને માલ લઇ જવામાં આવ્યો છે, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ખનીજ માફિયાઓ સામે રાજ્ય સરકાર પણ લાચાર દેખાઇ રહી છે, અહીંની સરકારી જમીનમાંથી આ ખનીજો કાઢીને મસમોટા ખાડા કરી નાખવામાં આવ્યાં છે (બાદમાં માટી લાવીને આ ખાડા પુરી દેવામાં આવે છે) અને સરકારી તિજોરીને મોટો ફટકો મારવામાં આવ્યો છે, જેના ફોટો પણ અમે અહીં રજૂ કરીએ છીએ. 

રાતના સમયે એક 370 નંબરના મશિનથી મીનિટોમાં જ ખનીજથી ટ્રક ભરાઇ જાય છે અને અહીંથી તે રવાના થઇ જાય છે, આ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે, અનેક લોકો દ્વારા સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તેમ છંતા કોઇ કડક કાર્યવાહી કરાઇ નથી, માફિયાઓ અને કેટલાક અધિકારીઓની મિલિભગત વગર આ શક્ય નથી. 

સ્થાનિક લોકોએ વિરોધ કર્યો તો માફિયાઓએ ધમકી આપી 

થોડા સમય પહેલા ગામમાં ખનીજ ચોરી કરનારાઓ દ્વારા ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો, કારણ કે આ જમીન સરકારી હતી અને ખોટી રીતે ખનીજની ચોરી થઇ રહી હતી. તે દરમિયાન કોઇ ગાંધી નામનો શખ્સ અહીં આવે છે અને કહે છે કે હું ગાંધીનગરથી આવું છે, કંઇ પણ કરીશ, ત્યાં ઉભા એક મહિલા અધિકારી પણ લાચાર દેખાઇ રહ્યાં હતા અથવા તો તેઓ બધું થવા દેવા માંગતા હતા. અહીંના સામાજિક કાર્યકરો અને સ્થાનિક રહીશોએ આ ખનીજ ચોરીનો અનેક વખત વિરોધ કર્યો છે, તેમ છંતા તંત્ર દ્વારા કોઇ જ યોગ્ય કાર્યવાહી કરાઇ રહી નથી, વચોટિયાઓ અને અધિકારીઓએ અહીં કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી છે.

ખાન-ખનીજ વિભાગ નિષ્ફળ કે પછી મીઠી મરજીથી ખિસ્સા થઇ રહ્યાં છે ગરમ !

અહીંનો ખાણ ખનીજ વિભાગ નિષ્ફળ દેખાઇ રહ્યો છે, ફ્લાઇંગ સ્કવોર્ડમાં મેહુલ શાહ અને ખાણ ખનીજ અધિકારી બારૈયાની આ નિષ્ફળતાઓ છતી થઇ છે. સ્થાનિકો કહી રહ્યાં છે કે અધિકારીઓ આંખ આડા કાન કરીને આ કૌભાંડ થવા દે છે અને માફિયાઓ સામે કોઇ બોલવા જાય છે તો તેઓ જોઇ લેવાના ધમકી આપે છે.

ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારનો સડો ઘૂસી ગયો છે

કચ્છની ધરતીને પોલી કરીને પોતાના ખિસ્સા ગરમ કરી રહેલા અધિકારીઓ માત્ર કચ્છમાં જ નથી, પરંતુ ગાંધીનગર સુધી આ સડો ઘૂસી ગયો છે, કરોડો રૂપિયાની ખનીજ ચોરી થવા દેવામાં આવી રહી છે, જો સરકાર કે ઇમાનદાર અધિકારી ઇચ્છે છે તો એક કિલો ખનીજ પણ સરકારી જમીનમાંથી ન જઇ શકે છે, અહીં ઇચ્છા શક્તિ નથી દેખાઇ રહી, કેટલાક અધિકારીઓ મલાઇ મારવામાં વ્યસ્ત છે. આગામી દિવસોમાં ખનીજ માફિયાઓ સામે કોઇ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમજી લેવું કે આ બધું અધિકારીઓની મિલિભગતથી થઇ રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch