Tue,16 April 2024,11:07 am
Print
header

મ્યુકોરમાઈકોસિસનો કહેર વધતા કેન્દ્ર સરકાર ચિંતામાં, જાણો રાજ્યોને શું આપ્યા આદેશ ?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી છે. નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય વિભાગને આ મામલે એક પત્ર લખ્યો છે.

દેશમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધતા કેંદ્ર સરકાર ચિંતિત છે, હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થ સેન્ટર, મેડિકલ કોલેજોએ હેલ્થ મિનિસ્ટ્રી અને આઈસીએમઆર દ્વારા જારી મ્યુકોરમાઈકોસિસના નિદાન, તપાસ અને વ્યવસ્થાપન માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)નો કેર વધતો જાય છે.

રાજસ્થાન, તેલંગાણા સરકારે મ્યુકોરમાઈકોસિસ રોગને મહામારી જાહેર કરી છે. કોરોનામાંથી સાજા થનારા દર્દીઓને ઝપેટમાં લેતી મ્યુકોરમાઈકોસિસ બીમારી હવે રાજસ્થાનમાં મહામારી બની છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં હાલમાં 100 કરતા પણ વધારે કેસો મ્યુકોરમાઈકોસિસ છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ માટે એક અલગ વોર્ડ બનાવાયો છે ત્યાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારે રાજસ્થાન એપેડેમિક એક્ટ, 2020 હેઠળ આ રોગને મહામારી જાહેર કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch