અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જીએસટીની ચોરી વધી છે, બિલ વગરના માલની હેરાફેરી થઇ રહી છે, જો કે સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોર્ડે કરોડો રૂપિયાનું ચાંદી અને સોનું જપ્ત કર્યું છે. જેની ગેરકાયદેસર હેરાફેરી થઇ રહી હતી.
અમદાવાદમાં એક ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, કિંમતી પથ્થરો જપ્ત કરાયા છે, જેની કિંમત 4.20 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કવોડની ટીમને આ અંગેની બાતમી મળી હતી અને અમદાવાદમાં એક ખાનગી બસમાં તપાસ શરૂ કરતા જ આ જથ્થો મળી આવ્યો હતો.
નોંધનિય છે કે ખાસ કરીને રાજસ્થાનથી ગુજરાતમાં અવર-જવર કરતી ખાનગી બસોમાં ચાંદી સહિતની વસ્તુઓની હેરાફેરી થઇ રહી છે, બિલ વગરનો માલ અનેક વર્ષોથી આવી બસોમાં લઇ જવામાં આવે છે અને પકડાય છે તે જથ્થો ઘણો ઓછો હોય છે, આ મામલે સ્ટેટ જીએસટીએ વધુ કડક થઇને માફિયાઓ સામે કાર્યવાહી કરવી જોઇએ.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50