Sat,20 April 2024,7:08 am
Print
header

ગુજરાતમાં સરકારી નોકરી વાચ્છુકો થઈ જાવ તૈયાર, આ વિભાગોમાં થશે મોટી ભરતી- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે. બિન સચિવાલય કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક વર્ગ-3ની સીધી ભરતીની જગ્યાઓ ભરવા દરખાસ્ત-માંગણી પત્રકો મંગાવવામાં આવ્યાં છે. બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ સહિતના સંવર્ગ માટે પરીક્ષા યોજાશે. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતના વર્ગ 3ની ખાલી પદ માટે સીધી ભરતી થશે. 

ગૌણ સેવા પસંદગી મંડળની ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે. જેમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક, જુનિયર ક્લાર્કની 5400થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે. ખાલી જગ્યાઓની વિગતો 15 મે સુધી આપવા જણાવાયું છે. પાપ્ત વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા યોજી શકે છે. પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે. ત્યારે સરકારી નોકરી ઇચ્છતા લાખો ઉમેદવારો માટે આ એક મોટી તક હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch