Thu,25 April 2024,7:38 am
Print
header

ભારતીયો આનંદો, અમરિકાનું નાગરિકત્વ મેળવવું બનશે સરળ, 2008 જેવો જ આપવો પડશે ટેસ્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માંગતા હજારો ભારતીયો સહિત અન્ય દેશના નાગરિકો માટે ખુશીના સમાચાર છે. યુએસ નાગરિકત્વ મેળવવું ફરી એકવાર સરળ બનશે. કારણ કે બાઇડેન સરકાર ટ્રમ્પ સરકારની નાગરિકત્વ નીતિમાં ફેરફાર કરી શકે છે.હવે નાગિરકત્વ મેળવવા પાત્ર ઉમેદવારોએ 2008 ની જેમ ટેસ્ટ આપવો પડશે. જેમાં 100 જેટલા પ્રશ્નો હશે.

યુએસ નાગરિકત્વ અને ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) એ જાહેરાત કરી કે નાગરિકત્વ માટેની 2008ની પ્રક્રિયા 1 માર્ચ 2021થી માન્ય રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા વર્ષે નાગરિકત્વ પરીક્ષણનું ફોર્મેટ બદલ્યું હતું. જે અંતર્ગત પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા 100 થી વધારીને 128 કરવામાં આવી હતી સાચા જવાબોના મૂલ્યાંકનમાં રાજકીય અને વૈચારિક પાસા ઉમેરવામાં આવ્યાં હતા

યુએસજીઆઈએસે કહ્યું, ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી દેશમાં અજાણતાં કુશળતામાં સંભવિત અવરોધો આવી શકે છે. આવી સ્થિતિમાં તે નિયમોને બદલીને અગાઉની પ્રક્રિયાને પુનર્સ્થાપિત કરવી એ કાયદાના ઇમિગ્રેશન સિસ્ટમ પર વિશ્વાસ પાછો લાવવાના એક્ઝિક્યુટિવ હુકમની સાથે છે. જેનાથી નાગરિકત્વ મેળવવાની અડચણો દૂર થશે અને પ્રક્રિયાને બધા પાત્ર વ્યક્તિઓ માટે વધુ સરળ બનાવશે.નોંધનિય છે કે નાગરિકતાનો કાયદો સરળ બનતા સૌથી વધુ લાભ ભારતીયોને થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch