ગોંડલઃ ગણેશ જાડેજાએ આપેલા પડકાર બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આજે ગોંડલ આવ્યાં હતા. જ્યાં તેમની કાર પર હુમલો થયો હતો. અલ્પેશનો ગોંડલના સ્થાનિકોએ હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ કર્યો હતો. આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યાં બાદ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલા બાદ અલ્પેશે જણાવ્યું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલા કરવામાં આવે છે. ગોંડલમાં કાયદ-વ્યવસ્થાની સ્થિતિને અમુક વ્યક્તિના ઈશારે નચાવવામાં આવી રહી છે.
મીડિયા સાથે વાતચીતમાં અલ્પેશ કથીરિયાનો વિરોધ કરતાં જયરાજસિંહના સમર્થકોએ જણાવ્યું કે, ગોંડલમાં કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. જ્યારે પણ ગણેશ જાડેજા પાસે જઈએ છીએ ત્યારે ન્યાય મળે છે. એટલું જ નહીં ગણેશના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટર્સ સાથે પ્રદર્શનકારીઓએ હાઈવે પર ઠેર ઠેર અલ્પેશનો વિરોધ કર્યો હતો.
જયરાજસિંહ જાડેજાએ કહ્યું, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોકોનો રોષ જોઇને કેટલાક તત્વોએ ગોંડલ છોડીને જતુ રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપો કરાય છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ આપ્યું છે. જયરાજસિંહ જાડેજાએ પડકાર અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યું કે 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ વિરોધ કરવા આવી જાય છે.
ફરી કોરોનાનો ડર...બ્રિટનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઇ - Gujarat Post | 2025-05-21 20:33:35
સુરત મોડલ આપઘાત કેસમાં ઘટસ્ફોટ, પ્રેમી ડામ આપતો હતો અને અંગત ફોટો વાઇરલ કરવાની આપી હતી ધમકી | 2025-05-21 12:42:13
સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ, બંદૂકની અણીએ મહિલા કર્મચારીઓને બંધક બનાવીને રોકડ રકમની લૂંટ કરી | 2025-05-21 09:08:43
ACB એ CGST ના અધિકારીને રૂ.2000 ની લાંચ લેતા ઝડપી લીધા, જાણો વધુ વિગતો- Gujarat post | 2025-05-20 18:50:55
રાહુલ ગાંધી મોર્ડન યુગના મીર ઝાફર, આસિમ મુનીર સાથે અડધો ફોટો શેર કરી અમિત માલવિયાએ સાધ્યું નિશાન- Gujarat Post | 2025-05-20 14:32:29
કોરોનાએ ફરી માર્યો ઉથલો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં નોંધાયા 7 કેસ- Gujarat Post | 2025-05-20 12:16:32
અમદાવાદમાં આજે ફરી બુલડોઝર કાર્યવાહી, 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે, 3000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | 2025-05-20 09:19:09
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીઓથી ડરવાનું નથી, અમે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યાં | 2025-05-17 22:51:20
ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન કરશે | 2025-05-17 08:54:53
યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસના કાર્યાલયો ધમધમી ઉઠ્યાં, બંને પક્ષના સંગઠન થયા સક્રિય- Gujarat Post | 2025-05-16 10:29:47
પહેલગામ હુમલાના 3 દિવસ પહેલા પીએમ મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, મલ્લિકાર્જુન ખડગેનો દાવો | 2025-05-06 16:23:15
સંભવિત યુદ્ધની તૈયારીઓઃ ગુજરાતમાં અનેક શહેરોમાં બ્લેકઆઉટ, મોક ડ્રીલ પણ યોજાઇ | 2025-05-07 21:33:48
ધોરાજી પાસે ઇનોવા કાર પલટી જતા 4 લોકોનાં મોત, બે ઘાયલ | 2025-05-06 14:32:46
અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા ફરી ચર્ચામાં, યુવકને આપઘાત કરવા મજબૂર કર્યાનો મામલો ગરમ થયો- Gujarat Post | 2025-05-05 20:55:13
રાજકોટમાં જનોઈ પ્રસંગમાં બે ટુ-વ્હીલર પર જતા પરિવારને ટ્રકે અડફેટે લીધો, સાસુ-વહુના મોત, પિતા-પુત્ર ઈજાગ્રસ્ત | 2025-05-05 09:18:53
મોરબી બ્રિજ દુર્ઘટના કેસઃ જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી- Gujarat Post | 2025-04-29 19:16:17