ગોંડલઃ 45 વર્ષીય પરિણીત મહિલાની ટ્રેન નીચે ફેંકીને કરાયેલી હત્યાનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત લાગતા આ બનાવમાં પોલીસે ગણતરીના દિવસોમાં તપાસ કરી આરોપી પ્રેમી પ્રકાશ સોલંકી (ઉં.વ. 25)ની ધરપકડ કરી હતી અને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પરિણીત મહિલા છેલ્લા અઢી વર્ષથી પતિથી અલગ રહીને ગોંડલમાં હોટેલ અને કેટરિંગનું કામ કરતી હતી. તેને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. આ દરમિયાન 25 વર્ષીય પ્રકાશ સોલંકી સાથે પરિચય થતાં તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલા પ્રકાશ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પરિણીતા હોવાથી પ્રકાશનો પરિવાર તૈયાર ન હતો. મહિલાની સતત જીદથી કંટાળીને પ્રકાશે તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
આ બંને 3 ઓગસ્ટની રાત્રે 11:30 વાગ્યે બંને ગોંડલ રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યાં છે. ત્યાંથી ચાલીને ગુંદાળા ફાટક નજીક ટ્રેક પર બેઠા હતા. 4 ઓગસ્ટે રાત્રે 1:30 વાગ્યે ટ્રેન નજીક આવતા જ પ્રકાશે ટ્રેક પરથી દૂર ખસી જવાનું બહાનું કાઢી ઉભા થઈ મહિલાને ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો, જેથી તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
શરૂઆતમાં અકસ્માતમાં મોત થયું હોવાનું જણાતું હતું. પરંતુ મૃતકના પર્સમાંથી મળેલી વિગતો પરથી પરિજનોનો સંપર્ક કરી ઓળખ મેળવાઈ હતી. શરીર પર ઈજાના નિશાન હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે શંકાને આધારે પ્રકાશ સોલંકીની પૂછપરછ કરતા તેણે લગ્નની જીદથી કંટાળીને પ્રેમિકાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39